થિન્ક એવરેસ્ટ - અતુલ કરવલ,અનીતા કરવલ
અનુવાદ : સૌરભ શાહ
મનની શક્તિથી સાહસના શિખરોનું આરોહણ
એક સામાન્ય માણસ.
એક અશક્ય સપનું.
અપાર વિઘ્નો અને જિંદગીનું જોખમ.
ગુજરાતના સૌપ્રથમ એવરેસ્ટ આરોહાકની આ સાહસકથા છે.
જીવનના મસમોટા સપનાંને સાકાર કરવાની આ પ્રેરણાગાથા છે,
અને મનની શક્તિ વડે શરીરની ક્ષમતાઓની સીમા વધારવાની આ ચિંતનયાત્રા છે.
ફિઝિકલ ફિટનેસ માટેની તથા મનની શક્તિ માટેની પ્રેરણા તો છે જ આ પુસ્તકમાં; મઝાની વાત એ છે કે એક રસપ્રદ થ્રિલર વાંચતા હોઈએ એવી ઉત્કંઠા અહીં પાને પાને ઊભરાય છે;