સંન્યાસી જેમણે પોતાની સંપતિ વેંચી નાખી
- રોબીન શર્મા
" The Monk Who Sold His Ferrari " નો ગુજરાતી અનુવાદ
અનુવાદ : પ્રો. પૂર્ણિમા મ. દવે
આપનાં સપના સાકાર કરવા અને આપની નિયતિએ પહોંચવા વિશે એક કાલ્પનિક કથા
આ પ્રેરણાદાયક કથા મહત્તમ હિંમત, સંતુલન, વિપુલતા અને આનંદ સાથે જીવવા માટે તબક્કાવાર અભિગમ પૂરો પડે છે. અદ્દભુતરીતે રચેલી જુલિયન મેન્ટલની કાલ્પનિક કથા, ધ મંક હું સોલ્ડ હીઝ ફેરારી, પોતાના અસમતોલ જીવનની આધ્યાત્મિક કટોકટીનો સામનો કરવા માટે ફરજ પડાયેલ એક વકીલની અસામાન્ય વાર્તા. પ્રાચીન સંસ્કૃતિ પર જીવન-પરિવર્તન કરનાર લાંબી યાત્રા પર, એક શક્તિશાળી, શાણપણભર્યા અને વ્યહવારુ પાઠો શીખે છે જે આપણને નીચેના બોધપાઠ શીખવે છે :
- આનંદભર્યા વિચારો વિકસાવો
- આપણા જીવનના ધ્યેય અને સાદને અનુસરો
-સ્વ-શિસ્ત કેળવો અને હિંમતપૂર્વક વર્તો
-સમયનું આપણી અત્યંત મહત્વની જણસ તરીકે મૂલ્યાંકન કરો
-આપણા સંબંધોનું જતન કરો અને - સંપૂર્ણ જીવન જીવો, એક સમયે એક દિવસ
About The Author :
બીન શર્મા નેતૃત્વ અને સ્વવિકાસ વિશેના ૧૦ બેસ્ટ સેલિંગ પુસ્તકોનાં વિશ્વ વિખ્યાત લેખક છે. તેમના પુસ્તકો ૫૦ થી વધુ દેશોમાં અને લગભગ ૭૦ ભાષામાં પ્રકાશિત થયા હોવાથી તેઓ વિશ્વના એક સૌથી વધુ વાંચવામાં આવનારા લેખક ગણાય છે. 'ધ મંક હું સોલ્ડ હીઝ ફેરારી',જે પુસ્તકે આંતરરાષ્ટ્રિય બેસ્ટ સેલર પુસ્તકોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું, અને જેની લાખો પ્રતો વેચાઈ ચુકી છે.
|