Jindagi Jivo Ane Kaam Ne Maano (Gujarati Translation of How To Enjoy Your Life and Your Job) By: Dale Carnegie
જિંદગી જીવો અને કામને માણો
ડેલ કાર્નેગી
જિંદગીને વધુ જીવવાલાયક બનાવો, આજે જ
ડેલ કાર્નેગી જીવનપ્રેરક પુસ્તકોના મસીહા ગણાય છે. દાયકાઓ પછી હજુ પણ તેમના પુસ્તકો બેસ્ટ સેલરની યાદીમાં સમાવેશ પામે જ છે અને કરોડો લોકો તેમના પુસ્તકોમાંથી પ્રેરણાનું અમૃતપાન કરી જીવન સફળ બનાવી રહ્યા છે.
(How to Enjoy Your Life and Your Job પુસ્તક કે જેની એક કરોડ કરતાં પણ વધુ નકલો વેચાયેલ છે. તેનાં લેખક ડેલ કાર્નેગીએ પોતાનો જ એક અનુભવ તેમાં વર્ણવેલ છે. એ પરથી કહી શકાય કે તેમનાં પુસ્તકો શાં માટે આટલી વિશાળ સંખ્યામાં વંચાય છે.)
હું એક પુસ્તક લખવા માંગતો હતો. એક એવું પુસ્તક જે અગાઉ ક્યારેય લખાયું ન હોય અને એનો વિષય હતો `Public Speaking for Businessmen’. આ વિષય પર લખાયેલા ઘણાં લેખકોનાં વિચાર ઉધાર લઇને તે બધાને એક સાથે હું મારા પુસ્તકમાં આપવા માંગતો હતો. એક એવું પુસ્તક જેમાં બધું સમાય જાય-ગાગરમાં સાગર. મેં તરત જ એમાં ઝંપલાવ્યું. એ વિશેનાં મળે તેટલા પુસ્તકો મેળવીને વાંચવા માંડ્યાં. એ બધા વિચારો મારા પુસ્તકનાં લખાણમાં ઉતારવામાં લગભગ એક વર્ષ વીત્યું.એ પછી ફરી પાછું મને સમજાયું કે આ વખતે પણ હું મૂર્ખ જ ઠર્યો છું. ઘણી વ્યક્તિઓનાં વિચારો ભેગા કરીને ખીચડી જેવું બનાવેલું મારૂ લખાણ એટલું કૃત્રિમ અને નિરસ લાગતું હતું કે ભાગ્યે જ કોઇ Businessman એકવાર પણ તેનો ચીવટપૂર્વક અભ્યાસ કરવા તૈયાર થાય. મેં મારી એક વર્ષની મહેનત કચરાટોપલીમાં ફેંકી દીધી.
ફરી પાછો નવો દાવ! આ વખતે મેં મારી જાતને ટપારી. ‘તારે તો ડેલ કાર્નેગી જ બનવું જોઇએ – તારી બધી ખામીઓ અને મર્યાદાઓની સાથે. તારે બીજા કોઇ બનવાની જરૂર નથી.’ અન્ય કોઇ વ્યક્તિઓનાં વ્યક્તિત્વનું મિશ્રણ કરીને તેમાં મારી જાતને ઢાળવાનાં બદલે મારે જે પહેલેથી જ કરવા જેવું કામ હતું તે શરૂ કરવાં માટે મેં મારી બાંયો ચઢાવી.
લગાન પિયર સ્મિથે કહ્યું છે કે, ‘જીવનમાં બે વસ્તુ મેળવવાનું ધ્યેય રાખવું. પહેલું, તમારે જે જોઇએ છીએ તે મેળવવું અને બીજુ, જે મેળવ્યું છે તેને માણવું.’ પણ શાણી વ્યક્તિઓ જ બીજી વાત માની શકે છે – મેળવેલી વસ્તુને તે લોકો જ માણી શકે છે.
‘જ્યાં સુધી તમને મનમાં એમ લાગે કે તમે સાચા છો, ત્યાં સુધી બીજા લોકો શું કહે છે તેની પરવા ન કરો.’
|