Chanakya niti (Gujarati)
ચાણક્ય નીતિ માનવીને સર્વોચ્ચ્તાના શિખરે લઇ જતી મહાન કૃતિ અનુવાદ - સંપાદન : મનસુખ સાવલિયા આ ગ્રંથમાં ચાણક્યે ટૂંકા છતાં સારતત્વથી સભર ભરેલા સુત્રો આપ્યા છે.એક એક સુત્રો ઉપર પાનાઓ ભરાય એટલું વિવરણ આપી શકાય તેમ છે. પ્રાચીન સમયમાં વિવિધ વિષયોના જ્ઞાનને યાદ રાખવા માટે સુત્રશૈલી અસ્તિત્વમાં હતી. તેથી ધર્મસુત્રો,વ્યાકરણસુત્રો, વેદાંતસુત્રો અને નીતિસુત્રો જેવા સુત્રગ્રંથોની રચના કરવામાં આવી છે. ચાણક્યના નીતીસુત્રોમાં,નીતિ અને ધર્મની વાતો છે.