Vicharo Ane Dhanvan Bano – Napoleon Hill
વિચારો અને અમીર બનો
ધનવાન બનવા માટે આ પુસ્તક વાંચો. આ પુસ્તકમાં ધનવાન થવાના એવા રહસ્યો છે જે તમારા જીવનને બદલી નાખશે. વિચારો અને ધનવાન બનો પુસ્તક મહાન લેખક નેપોલિયન હિલના Law Of Success પર આધારીત છે. એમાં અખૂટ સંપત્તિ અને સિદ્ધિ મેળવનારા પ્રખ્યાત વ્યક્તિઓના શાણપણનો નિચોડ સમાવેલ છે. વિશ્વાના અગ્રગણ્ય ચિંતક અને વિદ્વાન એન્ડ્રયુ કાર્નેગી, થોમસ વોટસન અને એલેકઝાંડર ગ્રેહામ બેલની સિદ્ધિઓનો ઝીણવટભર્યો અભ્યાસ હિલએ બહુ નાની ઉંમરે કર્યો હતો. હિલને આ પુસ્તકની પ્રેરણા એન્ડ્રયુ કાર્નેગીના - સફળતાના જાદુઈ સૂત્ર પરથી મળેલ છે. કાર્નેગીએ પોતાના જાદુઈ સૂત્રો જે યુવાનોને શીખવ્યા તે બધા યુવાનો ધનવાન બની ગયા, જેનાથી તે સૂત્રો અસરકારક છે તેવું સાબિત થયું. આ પુસ્તક આપને કાર્નેગીના જાદુઈ સૂત્રો અને મહાન લોકો ધનવાન કેવી રીતે બન્યા તે શીખવશે. ધનવાન બનવા માટે આ પુસ્તક - શું કરવું અને તે કેવી રીતે કરવું તે પણ શીખવશે. જો તમે આ પુસ્તકમાં જણાવેલ સરળ મૂળભૂત પદ્ધતિઓ શીખીને તેનો અમલ કરશો તો તમે હકીકતમાં સફળ અને ધનવાન બનશો અને જીવનમાં જે પણ ઇચ્છતા હશો તે મેળવી શકશો.
તમે આ પુસ્તક ફક્ત ધન પ્રાપ્તિના હેતુ જ ન વાંચો, પરંતુ આનાથી જીવનના પ્રત્યે એક સકારાત્મત્ક દૃષ્ટિકોણ અપનાવવાની પ્રેરણા લો. તેથી અમારી વ્યવહારિક સલાહ છે.-આ પુસ્તકને વાંચો,અમીર બનો તથા બુદ્ધિમત્તા બોનસના રૂપમાં પ્રાપ્ત કરો