Tamara Andarna Powerne Olkho by Indranil Ghosh
Tamara Andarna Powerne Olkho (Gujarati Translation Of Empower Yourself With The Power Hidden Within You)
તમારા અંદરના Power ને ઓળખો : પોતાની શક્તિઓ દ્વારા દુનિયા જીતવાની Master Key
દરેક સફળ વ્યક્તિને શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવે છે કારણકે કોઈપણ સફળતા, શક્તિ વગર પ્રાપ્ત નથી થતી.છેવટે તો પાવરફુલ લોકો જ પોતાના અસ્તિત્વને ટકાવી શકે છે.કદાચ એટલા માટે જ એવું કેહવાય છે કે અસ્તિત્વ ને ટકાવી રાખવા માટે પાવર ખરેખર જરૂરી છે.વળી આજના સમયની માંગ છે કે માણસે પોતાની સફળતાને કાયમ ટકાવી રાખવા,શક્ય એટલા પાવરફુલ બનવું જોઈએ.એક વાત હંમેશા યાદ રાખો કે કપરો સમય લાંબા સમય સુધી ટકતો નથી , અને કપરા સમયમાં ઘડાયેલા લોકોની સફળતાનો સમય ક્યારેય ટૂંકો હોતો નથી. જીવંત પાવરહાઉસ ની જેમ ભરપુર શક્તિથી જીવતા માણસમાં છુપાયેલી શક્તિઓને બહાર લાવવાના એકમાત્ર આશયે આ પુસ્તક લખાયું છે. તમારામાં રહેલો પાવર જ તમને કાયમને માટે જીવંત,સફળ અને સુખી બનાવી શકશે.