પ્રેરણાની પતવાર શૈલેષ સગપરિયા
Prernani Patwar By: Shailesh Sagparia જીવનના મહાસાગરના ઝંઝાવાતોને પાર કરવાની પ્રેરણા આપતી 101 બોધકથાઓનો અનોખો સંગ્રહ બોધકથાઓનો આ સંગ્રહ ત્રણ વાતે અનોખો છે . એક, અહીં સમાવાયેલી 101 વાર્તાઓ હજારો વાર્તાઓમાંથી કાળજીપૂર્વક ચયન કરી છે .એમ સમજો કે બોધકથાઓનો મહાસાગર વલોવી માત્ર અનમોલ રત્નો અહીં રજૂ કર્યા છે . બીજું, આ કથાઓનું પ્રસ્તુતિકરણ એકદમ સરળ છતાં રસાળ છે .વિદ્યાર્થીઓથી માંડી વ્યવસાયી સુધી
દરેકને માણવી ગમે તે રીતે કહેવાઈ છે . ત્રીજું , દરેક વાર્તાને અંતે એક-બે વાક્યોમાં વાર્તાનો સાર અથવા બોધ તારવીને સરળ શબ્દોમાં મુકવામાં આવ્યો છે . વાર્તાનું તારવેલું નવનીત વાર્તાને વધુ અર્થસભર બનાવે છે . NEW BOOK RELEASED: SANKALP NU SUKAN BY AUTHOR SHAILESH SAGPARIYA