Maru Bharat Saru Bharat By Acharya Vijay Ratnasundarsuri
મારું ભારત સારું ભારત - આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ
મમ્મી પાસેથી મળેલ રૂપનો વારસો જાળવી રાખવા પુત્રી પ્રયત્નશીલ બની રહે છે. પિતા પાસેથી મળેલ રૂપિયાનો વારસો જાળવી રાખવા પુત્ર સાવધ રહે છે. વડીલ પાસેથી મળેલ સંસ્કારોનો વારસો જાળવી રાખવા પરિવારના સભ્યો જાગ્રત રહે છે. ગુરુ પાસેથી મળેલ જ્ઞાનનો વારસો જાળવી રાખવા શિષ્ય સાવધ અને જાગ્રત રહે છે. પ્રશ્ન એ છે કે દેશ પાસેથી મળેલ સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા પ્રજાજનો સાવધ,જાગ્રત અને પ્રયત્નશીલ બન્યા રહે છે ખરા? આ દેશ પાસેથી પ્રજાજનોને સંસ્કૃતિનો કેવો વારસો મળ્યો છે,એની અલપ ઝલપ દર્શાવતું પુસ્તક એટલે જ મારું ભારત સારું ભારત.