Mahattam Jeevan Matena Agiyar Adesho (Gujarati Translation of Eleven Commandments of Life Maximization) by Santosh Nayar
મહત્તમ જીવન માટેના અગીયાર આદેશો : આજીવન નેતૃત્વ કરો
સંતોષ નાયર ( મોટિવેશન ગુરુ)
ભારત અને વિદેશમાં ભ્રમણ કરીને જેમને છેલ્લા ર૯ વર્ષમાં ૧૦ લાખથી વધુ લોકોને મોટીવેશન આપ્યું છે અને ભારતના ર૦૦ થી વધુ ટોપ કોપોરેટ કંપનીના કલાઇન્ટને ટ્રેનીંગ અને કોચીંગ તેમજ ર૦૦૦ થી વધારે બીઝનેસમેન તથા ઇન્ડસ્ટ્રીયાલીસ્ટને કોચીંગ આપેલ છે. તેવા સંતોષકુમાર નાયરની જીવન વિષેની ફીલોસોફી તેમણે વિકસાવેલ ૧૧ સિધ્ધાંતો પર આધારીત છે.
પ્રસ્તુત પુસ્તકમાં ણાવ્યા મુજબ ચાલવાથી રોજીંદા જીવનમાં ઘરમૂળથી પરીવર્તન લાવી શકાય છે તેમજ એક નવી જ ચેતના તેમજ ઉર્જાનો સંચાર થાય છે જેનાથી જીવન તરફનો લગાવ સમૂળગો બદલાય જાય છે તેમણે વિકસાવેલી ફોર્મ્યુલા કોઇ એક ચોકકસ વર્ગ પૂરતી સિમિત ન રહેતા બિઝનેશમેન, કોર્પોરેટર હાઉસ, વિદ્યાર્થીઓ, યુવાનો, હાઉસવાઇફ જેવા તમામ લોકોને સફળ જીવવનનો મંત્ર કોને કહેવાય તે ખરા અર્થમાં ચરિતાર્થ કરાવી આપે છે.
ખ્યાતનામ બિઝનેસ ગુરુ સંતોષ નાયરે જણાવ્યું કે તમારે કાંઇક મેળવવું હોય તો એવું કરો કે જે તમને પસંદ ન હોય. સવારે વહેલા ઊઠવાનું તમને પસંદ નથી તો પછી સવારે વહેલા ઊઠવાની આદત પાડો. પુસ્તક વાંચવાની તમને આદત ન હોય તો પુસ્તક વાંચવાની આદત પાડો.
સફળતાનાં અંતિમ શિખરો સર કરવા માટે આપણને ગમતી નહીં પરંતુ ન ગમતી કામગીરી કરવી જ પડે. પોતાની સાથે આ લડાઇ લડતાં લડતાં છેવટે તમને આદત પડી જશે. આ સારી આદતો જે આપણને નથી ગમતી તે છેવટે આપણા માટે સફળતાના તમામ દરવાજાઓ ખોલી નાંખશે.
પોતાના લક્ષ્યને નિશ્ચિત કરો અને આ લક્ષ્ય મેળવવા માટે પોતાને સમર્પિત કરી દો. મહાત્મા ગાંધીનું બેનમૂન ઉદાહરણ આપતા નાયરે જણાવ્યું કે હકીકત છે કે મહાત્મા ગાંધીએ દેશને આઝાદી અપાવવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યું.
|