Kedio Kalravni Moticharo Part 8 By Dr. I.K.Vijliwala
કેડીઓ કલરવની - ડો. આઈ કે વીજળીવાળા
ભગવદગોમંડળમાં કલરવ શબ્દના જેટલાં અર્થ આપ્યા છે એમાંનો એક અર્થ છે 'મધુર અસ્પષ્ટ અવાજ'.બસ,આ જ છે જિંદગીના દરેક પ્રસંગમાંથી ઊઠતો નાદ.ક્યારેક એમાં કોયલનો ટહુકો હોય તો ક્યારેક મોરનો કેકરાવ,ક્યારેક કાગડાના અવાજની કર્કશતા સંભળાય.એને સાંભળતા,માંણતા,એની સાથે જોડાતાં કે ક્યારેક એનો જ ભાગ બનતાં જિંદગીની કેડી પર આપણે આગળ વધતા હોઈએ છીએ.