JINDAGI NA FUNDA વ્યક્તિનું બ્લડગ્રુપ કોઈ પણ હોય, પણ એનો જીવનમંત્ર તો હંમેશાં "બી પોઝિટિવ" જ હોવો જોઈએ! આકરામાં આકરા ઝંઝાવાતોમાં પણ જેના મનની નૈયા હાલકડોલક ન થાય અને પ્રત્યેક આફતને અવસરમાં ફેરવી નાખવાનું મનોબળ જાગ્રત થાય એ માણસ જ જીવનનો સાચો આનંદ માણી શકે. પ્રત્યેક સૂર્યાસ્ત એક નવા જ સૂર્યોદયનો સંકેત છે એમ સમજી, અંધારામાં પણ અજવાળાની કેડી શોધવાનો પાઠ આ પુસ્તકમાંથી શીખવા મળે છે. જીવનને નંદનવન બનાવવું છે કે ઉજ્જડવન એ આપણા જ હાથમાં છે. જિંદગીના આ કુરુક્ષેત્રમાં આપણે જ અર્જુન અન આપણે જ કૃષ્ણ...જિંદગી જીવવી એ આર્ટ હોય, તો મૅનેજમૅન્ટ અને બિઝનેસને કઈ રીતે "લાઈવ' રાખવાં એ ફાઇન આર્ટ છે. આવું, આર્ટ અને ફાઇન આર્ટનું ઝીણું ઝીણું નકશીકામ આપને આ પુસ્તકના પાને પાને જોવા મળશે