Het Ni Heli - JACK CANFIELD, MARK HANSEN આપણા જેવા અનેક લોકોના જીવનની ધટમાળમાંથી ઊભી થતી સંવેદનશીલતાને વાચા આપતા પ્રસંગોનું ગુચ્છ એટલે વિશ્વ પ્રસિદ્ધ શ્રેણીમાનું આ પુસ્તક. આ માધ્યમથી ધણા લોકોએ પોતાના અંગત અનુભવની લ્હાણી અન્યો સાથે કરી છે. આ અનુભવો કે પ્રસંગો આપણા હૃદયમાં આશા અને આત્માની શક્તિથી જીવનને નવી રીતે જીવવાના રાહ દેખાડે છે. તમારા અંગત હતાશ મિત્રમાં આશાનો સંચાર કરવાનું મન થાય કે તમારા બાળકના કોમળ મન પર સારી બાબતોને અંકિત કરવાનું મન થાય અથવા તમારા નજીકના પરિવારજન કે જરૂરિયાતમંદ વ્યક્તિના હૃદયને સ્પર્શ કરતો હોય તો આ પુસ્તક તમને દીવાદાંડી તરીકે ઉપયોગી નીવડશે. આ પુસ્તક એટલે હૃદયના દ્વાર ખોલતા સંવેદનશીલ પ્રસંગોનું અણમોલ ભાથું