EXTRAORDINARY 5 સફળતા મેળવવાના પાંચ સરળ પગલા - અતુલ મગૂન શું તમે સાવ સામાન્ય જીવન જીવી રહ્યાં છો? કેટલાય લોકો દરરોજ હતાશાનો સામનો કરે છે, તેમને દરેક બાબતમાં બાંધછોડ કરવાની ફરજ પડે છે તથા અજંપો અને અસંતોષ તેમને કોરી ખાય છે. તેમનાં મનપસંદ ક્ષેત્રમાં તેમને કામ કરવાની તક મળતી નથી, તેથી જીવનમાં તેઓ નિષ્ફળ ગયાનો છેવટે અફસોસ કરે છે. શું સફળતા એ માત્ર નસીબનો ખેલ છે? સિદ્ધિ માત્ર ગણ્યાગાંઠયા લોકોને જ મળે છે? બાકીના લોકો કંઈક કરી બતાવે, તે અસંભવ છે? ના, બિલકુલ નહીં. અતુલ મગૂન આ વાત સાથે સંમત નથી. જો તમે પણ અનોખાં પગલાં ભરશો, તો અવશ્ય અલગ ઓળખ બનાવી શકશો. સત્યઘટના પર આધારિત એવાં અનેક ઉદાહરણો દ્વારા આ પુસ્તક તમને સરળતાથી સખત મહેનતનું મહત્ત્વ સમજાવે છે, તમારા ભયને ભાંગી નાંખે છે અને તકને ઓળખીને તેનો મહત્તમ લાભ ઉઠાવતાં શીખવે છે. તમારી ક્ષિતિજોને વિસ્તારતું આ પુસ્તક તમને તમારાં સ્વપ્નો સાકાર કરવામાં અચૂક મદદ કરશે.