Dhartino Chhedo Ghar (Gujarati Translation of Take Me Home) by Rashmi Bansal
ધરતીનો છેડો ઘર! ( Gujarati Translation of Take Me Home)
રશ્મી બંસલ
ભાવાનુવાદ : સોનલ મોદી
નાનાં-નાનાં શહેર-કસ્બા-ગામોમાં મોટાંમોટાં સ્વપ્નો સાકાર કરવાની હામ ભીડનાર 20 સાહસિક ઉદ્યોગકારોની અત્યંત પ્રેરણાદાયક કહાણીઓ
'ધરતીનો છેડો ઘર' એટલે ભારતના નાનાં-નાનાં શહેર-કસ્બા-ગામોમાં માત્ર સ્થાનિક શક્તિના ઉપયોગથી વિશ્વવ્યાપી વ્યાપારની વિરાસત ખડી કરનાર વીસ વિરલાઓની વિરલ દાસ્તાન।....
જેને પ્રોફેશનલી કામ કરવું છે, તેને કોઈ સીમાઓ નડતી નથી.....ન ભાષાની, ન ભૂગોળની કે ન ભૌતિક સુખ-સુવિધાઓની !
એ તો માત્ર ધ્યેય નક્કી કરીને 'લગે રહો' ના અભિગમથી પ્રવાસ શરુ કરી દે છે.
રશ્મી બંસલના બેસ્ટસેલર 'Take Me Home' નો સોનલ મોદી દ્વારા અત્યંત પ્રવાહી તથા સરળ અનુવાદ 'ધરતીનો છેડો ઘર' પ્રત્યેક ગુજરાતી માટે પ્રેરણારૂપ બનશે જ.
પ્રોડકશન બે પ્રકારે થાય. વિશિષ્ટતા ભર્યુ અથવા જથ્થાબંધ : ધંધો કરવો હોય તો ચારિત્ર્ય દબંગ (હિંમતવાન-સાહસિક) હોવું જ જોઇએ : દરેક પ્રશ્નનો જવાબ હોય જ છે પરંતુ એ જવાબ ટેન્શનમાં ન મળે, મનને તદ્દન શાંત કર્યા બાદ જ મળે : ધંધો કોઇપણ હોય મહત્વ માત્ર બે ચીજનું છે-ગુણવતા અને સમયસર ડિલિવરી : જીવનમાં શું કે બિઝનેસમાં શું, લક્ષ્મણ રેખા તો દોરવી જ પડે કે ગમે તે થાય, હું આ સ્તરથી નીચે નહીં ઉતરી શકું ! : તમારે કોઇપણ કામ કરવું હોય તો પહેલા એ કામની કદર કરતાં શીખો
આજથી ચાલીસ વર્ષ પહેલા બજારની તૈયાર વેફર કે ચેવડો લાલ-લીલી ચટણી વિના ખાવા કોઇ રાજકોટિયન તૈયાર નહોતો એ વેફર પણ ત્રણ-ચાર પેઢીથી ધંધો કરતા હોય તેવા જૂના અને જાણીતાના પાટિયાવાળાની જ લેવાતી ત્યાર એક માણસ નાનકડા ગામથી કુટુંબ સાથે લગભગ ખાલી હાથે આવે છે અને થોડા જ વર્ષોમાં ઘેર તાવડાથી શરૂ કરી આજ વેફર અને નમકીનમાં ‘બાલાજી' નામે ખૂબ મહેનત અને સંઘર્ષ બાદ છવાય જાય છે. આવી જ કુલ વીસ વ્યકિત જે ભારતના નાના-નાના ગામો કે શહેરોમાં સ્થાનિક શકિતના ઉપયોગથી રોજીરોટીના આશયથી ધંધો શરૂ કરે છે અને થોડા જ વર્ષોમાં પોતાની સૂઝબૂઝથી વિશ્વ વ્યાપી વેપારની વિરાસત ખડી કરી દઇ સેંકડો કુટુંબોને રોજીરોટી પૂરી પાડી રહ્યા છે. તેઓના જીવન, સંઘર્ષ અને સફળતાની દાસ્તાન રશ્મિ બંસલે પોતાના પુસ્તક Take me nome માં આ લેખી છે. જે બેસ્ટ સેલર બની ચૂકયું છે. તનો અત્યંત રસપ્રદ પ્રવાહી અને સરળ અનુવાદ સોનલ મોદીએ ‘ધરતીનો છેડો ઘર' નામે કર્યો છે. જે ગુજરાતીઓ માટે ગર્વ અને પ્રેરણારૂપ બને તેવું છે.
આ પુસ્તક ધરતીના છોરૂ, ધૂળિયે મારગ પાછો વળ અને આશા ભર્યા તે અમે આવીયાં એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. જેમાં ધરતીના છોરૂમાં એવા ઉદ્યોગપતિઓની સાહસકથા આલેખાઇ છે. જેમણે માદરે વતનને છોડયું જ નથી. એ લીલુડી ધરતીમાં જ તેઓ જન્મ્યા અને વિકસ્યાં પરંતુ તેમના સ્વપ્ન અને મહાત્વાકાંક્ષાને કોઇ સીમાડા ન નડયાં
ભારતની સિલિકોનવેલી ગણાતું સ્ટાર્ટઅપ વિલેજ વગેરેનો સોનલ મોદીની પોતિકી લાગે તેવી ભાષામાં થયેલો અનુવાદ જીજ્ઞાસુ અને જ્ઞાનપિયાસુઓને ભરપુર જ્ઞાન અને માહિતી તથા પ્રોત્સાહન પુરૂ પાડનાર નીવડશે. પોતાના સંતાનોને પ્રેરણાનો આ બુસ્ટર ડોઝ દરેક ગુજરાતી મા-બાપ પુરો પાડવો જ જોઇએ
પરેશ રાજગોર
|