Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Atmavishwas
Dr.Jitendra Adhia
Author Dr.Jitendra Adhia
Publisher Rudra Publication
ISBN 9789380420431
No. Of Pages 130
Edition 2013
Format Paperback
Language Gujarati
Price रु 130.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635225587037846894.jpg 635225587037846894.jpg 635225587037846894.jpg
 

Description

આત્મવિશ્વાસ 
 
 
ડો. જિતેન્દ્ર અઢિયા અને દિક્ષીતા મહેતા
 
 
યુવાનોમાં આત્‍મવિશ્વાસના આર્વીભાવને અનુમોદના આપતુ પુસ્તક 'આત્મવિશ્વાસ '
 
 
જો તમારે પૂરતા આત્મવિશ્વાસ  સાથે જીવવું હોય તો આ ત્રણ બાબતો ઉપર ધ્‍યાન ન આપો : (૧) તમે કોને નથી ગમતા (૨) તમારાથી વધારે વસ્તુઓ  કોની પાસે છે (૩) કોણ શું કરે છે-એરમા બોમ્‍બેકઃ
 
 
 ડો. જિતેન્‍દ્ર અઢિયાના એક સફળ ‘માઈન્‍ડ ટ્રેનર' તરીકે તેમના સેમિનારો અને પુસ્તકો  દ્વારા ગુજરાતી પ્રજા સારી રીતે ઓળખે છે. મેડિકલ ક્ષેત્રે ૩૦ વર્ષ સેવા આપ્‍યા બાદ તેમણે દુનિયાનું સૌથી પહેલુ ‘માઈન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ ' અમદાવાદમાં શરૂ કર્યુ. તેઓએ દુનિયાના ૩૦ જેટલા દેશોનો પ્રવાસ કર્યો છે. પુસ્તકના સહલેખિકા દિક્ષીતા મહેતા મનોવિજ્ઞાનના સ્નાતક  છે. તેઓ બીજાના કોન્‍ફિડન્‍સને બિલ્‍ડ અપ કરી તેના જીવનમાં ઉજાસ લાવનાર બિલ્‍ડર બનવા માંગે છે. બન્‍નેના મતે સમાજની દ્રષ્‍ટિએ સફળ એવા લોકો પણ આત્‍મવિશ્વાસના અભાવે પોતાના જ્ઞાન અને આવડતનો પૂર્ણ અને યોગ્‍ય ઉપયોગ કરી શકતા નથી હોતા કેટલીકવાર તો તેમને માત્ર દિશાસૂચનની જ જરૂર હોય છે. સેંકડો માઈલ દોડીને આવેલો ઘોડો કૂવા સુધીના થોડા ડગલા પાર ન કરી શકે તો તરસ્‍યો જ રહી જાય કારણ કે કવો તો તેના સુધી નથી પહોંચવાનો? બસ આટલી જ સમજ ખુટતી હોય તે પુરી કરવાનું કામ આ પુસ્‍તક કરશે.
 
 
         પુસ્‍તક કુલ ૩૦ પ્રકરણોમાં વહેંચાયુલ છે. દરેક પ્રકરણ તમારા આત્‍મવિશ્વાસને પૂર્ણ કક્ષાએ વિકસાવવાનું એક એક પગથીયુ છે. જેમાનુ એક પણ ચૂકી શકાય તેમ નથી. પ્રથમ પ્રકરણ આવુ કેમ થાય છે? તમને જણાવશે કે તમે તમારી નિષ્‍ફળતાઓથી તો પરિચિત છો જ પણ તેની પાછળના કારણોથી અજ્ઞાન રહેશો તો કયારેય તેનુ નિરાકરણ નહિ લાવી શકો. બીજા પ્રકરણ ‘રોજ-બ-રોજના આપણા અનુભવો'માં આપેલા ઉદાહરણો આપણને શીખવે છે કે આ બધુ તો અમનેય ખબર જ છે પણ તમે એ બધા તરફ આંખ મીંચામણા કરી ચલાવ્‍યે રાખ્‍યુ છે એ વાતનો સ્‍વીકાર કરવાની હિંમત ક્‍યાંથી લાવવી? તો વાંચજો ત્રીજુ પ્રકરણ કે, ‘અશકય' શબ્‍દમાં ‘શક્‍ય' શબ્‍દ છુપાયેલો છે. જેમા પોલિયોમાં પોતાના બન્‍ને પગ ગુમાવનાર પણ આત્‍મવિશ્વાસથી ભરપૂર હોવા માત્રથી અરબી સમુદ્ર તરી જનાર શ્રી વિનોદ દેસાઈનો પ્રથમ કિસ્‍સો વર્ણવેલ છે અને ત્‍યારબાદ છે ૨૦૧૧માં લૂંટારાઓએ ટ્રેનની બહાર ફેંકી દીધેલી અરૂણીમાં સિંહા, જેના બન્‍ને પગ ટ્રેન નીચે કપાઈ ગયા બાદ સવાર સુધીમાં બીજી ૪૯ ટ્રેન પસાર થઈ જવા છતા જિવીત રહી ગયેલ અને ચાર મહિના હોસ્‍પીટલમાં તેના પર ઘણા બધા ઓપરેશન કરાયા છતાં માત્ર બે જ વર્ષ... જીહાં બે જ વર્ષમાં ૨૧ મે ૨૦૧૩માં માઉન્‍ટ એવરેસ્‍ટ સર કર્યો ! ! જીવનમાં આગળ વધવા શું જોઇએ છે ? સમજાય ગયું ?

      

          

 

 

Subjects

You may also like
  • Chanakya Niti Shastra
    Price: रु 100.00
  • Chanakyaniti
    Price: रु 150.00
  • Aagal Vadho Seema Paar
    Price: रु 150.00
  • Parivarik Jivan Vishe Ni Shikh (Gujarati Translation of Family Wisdom )
    Price: रु 250.00
  • Self Motivation
    Price: रु 80.00
  • Sanyasi Jemne Potani Sampatti Vechi Naakhi
    Price: रु 225.00
  • Tamara Mrutyu Par Kon Aasu Sarse (Gujarati Translation of Who Will Cry When You Die)
    Price: रु 225.00
  • Man Je Mane Na Har [Gujarati Translation of Invincible Thinking]
    Price: रु 199.00
  • Maaro Vahalo Paiso
    Price: रु 299.00
  • Power Of Positive Thinking (Gujarati Translation)
    Price: रु 275.00
  • Antar No Ujaas
    Price: रु 80.00
  • Jindagi Jivo Ane Kaam Ne Maano (Gujarati Translation of How To Enjoy Your Life and Your Job)
    Price: रु 175.00