એક્સપાયરી ડેટ - નિમિત્ત ઓઝા
Expiry Date (Sambandhoma Sukh Shodhvani Chheli Tarikh) By Nimit Oza
સંબંધોમાં સુખ શોધવાની છેલ્લી તારીખ
આ દુનિયામાં દરેક વસ્તુની,દરેક વ્યક્તિની,દરેક પરિસ્થિતિ,દરેક સુખ અને દરેક સંગાથની એક એક્સપાયરી ડેટ હોય છે.સમય તેની ધીમી પરંતુ મક્કમ ગતિથી તે એક્સપાયરી ડેટ તરફ આગળ વધતો જાય છે અને આપણને પાછળ ધકેલતો જાય છે.સંબંધો હંમેશા અમર ભલે હોય,પરંતુ આપણી ગમતી વ્યક્તિ સાથે વિતાવી શકાય એવા સમયની એક્સપાયરી ડેટ ચોક્કસ હોય છે.તો ચાલો,જ્યાં સુધી હયાત છીએ ત્યાં સુધી સંબંધોને ઉજવી લઈએ.