Zanzavat (Gujarati Navalkatha)
ઝંઝાવાત રમણલાલ વ દેસાઈ ર. વ. દેસાઈએ અનેક સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ લખી. ઉપરાંત વાર્તાસંગ્રહો આપ્યા, કાવ્યો અને નાટકો લખ્યાં, આત્મકથા અને પ્રવાસકથાઓ લખી, વિવેચન-ચિંતનનાં પુસ્તકો લખ્યાં. વળી, ‘અપ્સરા’ નામે, પાંચ ખંડોમાં, ગણિકાઓના જીવનનો વિસ્તૃત અભ્યાસગ્રંથ આપ્યો.પણ એ ખૂબ લોકપ્રિય થયા તે રાષ્ટ્રીય ભાવનાવાદ સાથે જ આદર્શવાદી નાજુક પ્રેમસંબંધોને આલેખતી રુચિર નવલકથાઓને લીધે. એમનો મુખ્ય યશ નવલકથાકાર તરીકેનો. ૨. વ. દેસાઈની ‘દિવ્યચક્ષુ’ સૌથી વધુ વંચાયેલી અને સૌથી વધુ વખણાયેલી નવલકથા. ૨૦૧૩ના ડિસેમ્બરમાં એની ૨૨મી આવૃત્તિ પ્રગટ થઈ અને એ જ વર્ષમાં એમની એટલી જ લોકપ્રિય ‘ભારેલો અગ્નિ’ની પણ ૧૯મી આવૃત્તિ પ્રગટ થઈ હતી અને એવું નથી કે ર.વ.દેસાઈની માત્ર આ બે જ નવલકથાઓ લાખો વાચકો સુધી પહોંચી. ‘કોકિલા’ની ૨૦૧૫માં ૨૧મી આવૃત્તિ પ્રગટ થઈ, ‘ર્પૂિણમા’ની એ જ સાલમાં ૧૦મી આવૃત્તિ પ્રગટ થઈ અને આ ઉપરાંત એમની બાકીની નવલકથાઓની સરાસરી અડધો ડઝન આવૃત્તિઓ તો થઈ જ છે. એમની પહેલી સામાજિક નવલકથા ‘જયંત’ ૧૯૨૫માં પુસ્તકરૂપે પ્રગટ થઈ એ પહેલાં એમણે ૧૯૨૪-૨૫ના વર્ષ દરમ્યાન ‘નવગુજરાત’ નામના તે વખતના સામાજિક માટે ‘ઠગ’ નવલકથા લખી હતી પણ તે પુસ્તકરૂપે ૧૯૩૮માં પ્રગટ થઈ. ‘ઠગ’ ધારાવાહિક પ્રગટ થઈ તેના એક દાયકા પહેલાં ૧૯૧૫માં એટલે કે ત્રેવીસેક વર્ષની ઉંમરથી એમણે લેખકકાર્ય શરૂ કરી દીધું હતું. ૧૯૧૫માં સુરતમાં યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન નિમિત્તે ભજવવા માટે એમણે ‘સંયુક્તા’ નાટક લખ્યું જે પછી પુસ્તકરૂપે ૧૯૨૩માં પ્રગટ થયું. ‘દિવ્યચક્ષુ’ ૧૯૩૨માં અને ‘ભારેલો અગ્નિ’ ૧૯૩૫માં લખાઈ/પ્રગટ થઈ. તે સમયે ‘ભાઈસાહેબ’ (આ હુલામણાં નામે કુટુંબીજનો, મિત્રો અને પરિચિતોમાં તેઓ ઓળખાતા) આયુષ્યના ચાર દાયકા વટાવી ચૂકેલા. કુલ સૌથી વધુ ગ્રંથોના સર્જક ર.વ.દેસાઈ ૧૨ મે ૧૮૯૨ના રોજ જન્મેલા