Patan Ni Prabhuta ( Novel)
પાટણની પ્રભુતા -કનૈયાલાલ મુનશી
પાટણની પ્રભુતા (૧૯૧૬) : કનૈયાલાલ મુનશીની, ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત કથાત્રયીમાંની પહેલી નવલકથા. કર્ણદેવ સોલંકીના મૃત્યુસમયે પાટણમાં જૈન શ્રાવકો અને મંડલેશ્વરો વચ્ચે ચાલતી સત્તાની સાઠમારી તથા મુંજાલથી પોતે વિશેષ પ્રભાવશાળી ને મુત્સદ્દી છે એવું દેખાડવાની મીનળદેવીની ઇચ્છા એ બે ઘટનાકેન્દ્રોમાંથી નવલકથાનું સમગ્ર કથાનક આકાર લે છે. મુંજાલનો પ્રભાવ ઘટાડવા મીનળદેવી આનંદસૂરિના અભિપ્રાયો પ્રમાણે ચાલવા જતાં મુશ્કેલીમાં મુકાય છે. આખરે થાકીહારીને તે ફરી મુંજાલની શક્તિ ને બુદ્ધિનો આશ્રય સ્વીકારીને, ઊભી થયેલી વિકટ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવે છે. એટલે વાસ્તવમાં આ નવલકથા રાજ્કીય પૃષ્ઠભૂમાં આકાર લેતી, સ્ત્રીના વૈયક્તિક અહં અને પતનની કથા બની રહે છે. કૃતિમાં નિરૂપાયેલા સંઘર્ષોમાં ઐતિહાસિકતા કરતાં કલ્પનાનું વિશેષ પ્રમાણ, પાત્રો વચ્ચેના પ્રણયના તથા અન્ય સંબંધોમાં કાલ્પનિકતા, રહસ્યમય અને રોમાંચક ઘટનાઓનું આલેખન ઇત્યાદિ તત્વો આ કૃતિને ‘ઐતિહાસિક રોમાન્સ’ની કોટિમાં મૂકે છે.
કનૈયાલાલ મુનશીની પહેલી નવલકથા "પાટણની પ્રભુતા" જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે પાટણની પ્રભુતાને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ રાખ્યુ. "જય સોમનાથ" એ "રાજાધિરાજ" પછીની લખાયેલ કૃતિ છે પણ હમેશા પહેલી ગણાય છે.
જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણ ભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના "કૃષ્ણાવતાર" છે.
તેમણે લખેલ સાહિત્યમાં કેટલીક ઉલ્લેખનીય રચનાઓ નીચે મુજબ છે.
1. ગુજરાતનો નાથ
2. પાટણની પ્રભુતા
3. પૃથીવી વલ્લભ
4. કૃષ્ણાવતાર ભાગ ૧ થી3
5. રાજાધિરાજ
6. જય સોમનાથ
7. ભગવાન કૌટિલ્ય
8. ભગ્ન પાદુકા
9. લોપામુદ્રા
10. લોમહર્ષિણી
11. ભગવાન પરશુરામ
12. વેરની વસુલાત
13. કોનો વાંક
14. સ્વપ્નદ્રષ્ટા
15. તપસ્વિની
16. અડધે રસ્તે
17. સીધાં ચઢાણ
18. સ્વપ્નસિદ્ધિની શોધમાં
19. પુરંદર પરાજય
20. અવિભક્ત આત્મા
21. તર્પણ
22.પુત્રસમોવડી
23. વાવા શેઠનું સ્વાતંત્ર્ય
24. બે ખરાબ જણ
25. આજ્ઞાંકિત
26. ધ્રુવસંવામિનીદેવી
27. સ્નેહસંભ્રમ
28. ડૉ. મધુરિકા
29. કાકાની શશી
30. છીએ તે જ ઠીક
31. બ્રહ્મચર્યાશ્રમ
32. મારી બિનજવાબદાર કહાણી
33. ગુજરાતની કીર્તિગાથા
34. નરસિંહયુગના કવિઓ ( જીવનચરિત્ર )
35.આદીવચનો: ભાગ 1-2 ( નિબંધો)
36. ભગવદ્દગીતા અને અર્વાચીન જીવન (ચિંતન)
|