Saurashtra Ni Rasdhaar ( Abridged)
સૌરાષ્ટ્રની રસધાર - ઝવેરચંદ મેઘાણી (સંક્ષિપ્ત)
'' સૌરાષ્ટ્રની રસધાર '' ના પાંચ ભાગોની લોક કથાઓ એ સ્વ. મેઘાણીનો લોક સાહિત્યનો અણમોલ ખજાનો છે. ગુજરાતી સાહિત્ય એનાથી સમૃદ્ધ બન્યું છે. આ કથાઓ એકઠી કરવા માટે તેઓ સૌરાષ્ટ્રનાં ગામો ખુંદી વળ્યા હતા લોકસાહિત્યના સંપાદનનું મેઘાણી નું પહેલું પુસ્તક ‘ડોશીમાની વાતો’ પ્રગટ થયુ 1923માં, પણ સાહિત્યજગતમાં મેઘાણીને લોકસાહિત્યના સંપાદક—સંશોધક તરીકે માનભર્યું સ્થાન અપાવ્યું તે તો 1923થી 1927 દરમિયાન પ્રગટ થયેલ ‘સૌરાષ્ટ્રની રસધાર’ ના પાંચ ભાગે. ‘રસધાર’ ના પહેલા ભાગની પહેલી આવૃત્તિ પ્રગટ થઇ ત્યારે સંપાદક તરીકે મેઘાણીનું નહીં પણ સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિરનું નામ મૂકવામાં આવેલું. આ અંગે છાપાં અને સામયિકોમાં ચર્ચા અને ઊહાપોહ થયા પછી બીજો ભાગ પ્રગટ થયો ત્યારે સંપાદક તરીકે મેઘાણીનું નામ મૂકવામાં આવ્યું. ‘રસધાર’ની લગભગ સો જેટલી વાર્તાઓમાં સોરઠી જનસમાજ, જનજીવન અને જનબોલીનું પ્રતિબિંબ ઝિલાયેલું છે