| 
	Krushnaavataar-3 
	કૃષ્ણાવતાર : 3 - કનૈયાલાલ માણેકલાલ મુનશી (ખંડ -5,6,7 અને 8 ) 
	  
	‘કૃષ્ણાવતાર’-ખંડ ૧ થી ૮ (૧૯૬૩-૧૯૬૪)માં કૃષ્ણના જીવન અને પરાક્રમોની કથા નિરૂપાયેલી છે. કંસવધ સાથે પુરા થતા એમના જીવનના  ખંડને લેખકે "મોહક વાંસળી" નામ આપ્યું બીજો ખંડ રુક્મણી-હરણ સાથે સમાપ્ત થાય છે તેને "સમ્રાટનો પ્રકોપ" શીર્ષક આપ્યું ત્રીજો ખંડ દ્રૌપદી- સ્વયંવર  સાથે પૂરો થાય છે જેને "પાંચ પાંડવો" નામ આપ્યું ચોથો ખંડ -"ભીમનું કથાનક"-યુધિષ્ઠરના વચન પાલન સાથે પૂરો થાય છે. પાંચમો ખંડ- ' સત્યભામાનું કથાનક' 
	સત્યભામાના શ્રીકૃષ્ણ સાથેના લગ્નથી પૂરો થાય છે. છઠ્ઠા ખંડમાં -'મહામુની વ્યાસનું કથાનક' છે. સાતમો ખંડ- 'યુધિષ્ઠરનું કથાનક'- પાંચ પાંડવો બાર વર્ષ સુધીના અરણ્યવાસ  માટે હસ્તિનાપુર ત્યાગ કરે છે, એ પ્રસંગ સાથે પૂરો થાય છે.આઠમાં ખંડનું શીર્ષક -'કુરુક્ષેત્રનું કથાનક ' 
	  
	'કૃષ્ણાવતાર'ની ગ્રંથ શ્રેણીનો  પ્રત્યેક ખંડ સ્વતંત્ર કથા તરીકે પણ વાંચી શકાશે  
	  
	કનૈયાલાલ મુનશીની પહેલી નવલકથા "પાટણની પ્રભુતા" જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે પાટણની પ્રભુતાને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ રાખ્યુ. "જય સોમનાથ" એ "રાજાધિરાજ" પછીની લખાયેલ કૃતિ છે પણ હમેશા પહેલી ગણાય છે. 
	જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણ ભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના "કૃષ્ણાવતાર" છે. 
	  
	તેમણે લખેલ સાહિત્યમાં કેટલીક ઉલ્લેખનીય રચનાઓ નીચે મુજબ છે. 
	  
	1. ગુજરાતનો નાથ 
	2. પાટણની પ્રભુતા 
	3. પૃથીવી વલ્લભ 
	4. કૃષ્ણાવતાર ભાગ ૧ થી ૭ 
	5. રાજાધિરાજ 
	6. જય સોમનાથ 
	7. ભગવાન કૌટિલ્ય 
	8. ભગ્ન પાદુકા 
	9. લોપામુદ્રા 
	10. લોમહર્ષિણી 
	11. ભગવાન પરશુરામ 
	12. વેરની વસુલાત 
	13. કોનો વાંક 
	14. સ્વપ્નદ્રષ્ટા 
	15. તપસ્વિની 
	16. અડધે રસ્તે 
	17. સીધાં ચઢાણ 
	18. સ્વપ્નસિદ્ધિની શોધમાં 
	19. પુરંદર પરાજય 
	20. અવિભક્ત આત્મા 
	21. તર્પણ 
	22.પુત્રસમોવડી 
	23. વાવા શેઠનું સ્વાતંત્ર્ય 
	24. બે ખરાબ જણ 
	25. આજ્ઞાંકિત 
	26. ધ્રુવસંવામિનીદેવી 
	27. સ્નેહસંભ્રમ 
	28. ડૉ. મધુરિકા 
	29. કાકાની શશી 
	30. છીએ તે જ ઠીક 
	31. બ્રહ્મચર્યાશ્રમ 
	32. મારી બિનજવાબદાર કહાણી 
	33. ગુજરાતની કીર્તિગાથા |