યુ કેન હીલ યોર લાઇફ - લુઇસ એલ. હે
You Can Heal Your Life (Gujarati Edition) by Louise L. Hay તમે તમારા જીવનને સ્વસ્થ અને સુખી રાખી શકો છો જો તમે થોડી માનસિક કસરત કરવા તૈયાર હો તો ચોક્કસ માનજો કે ગમે તે દર્દ મટી શકે છે.' આ 'બેસ્ટસેલિંગ' પુસ્તકે લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે, એ પણ જાતે જ ખુદની દવા બનીને, આપણી તંદુરસ્તીને સ્વસ્થતા ઉપર આપણું મન કેવી ધારદાર અસરો ઉપજાવી શકે છે તે વાત સુંદર રીતે જણાવતું આ પુસ્તક આપણને મન અને શરીરના સબંધને ખૂબ જ ઊંડાણથી સમજાવે છે. લેખિકા આપણા શારીરિક રોગોને અને અસ્વસ્થતાને તેના મૂળસોતા તપાસીને આપણા વિચારો અને કલ્પનાઓ માટે બાધારૂપ બનતી વાતોને સરળતાપૂર્વક સમજાવી માર્ગ બતાવે છે. આ પુસ્તકમાં વિચારો અને આયોજનો છે જેણે જગતના લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે. આ જાતે કરી શકાય તેવી માર્ગદર્શિકા તમારી જિંદગીને પણમૂળથી બદલી નાખશે. દરેક પ્રકરણ એક હકારાત્મક વાતથી શરૂ થાય છે. જીવનના એ હિસ્સા ઉપર જયારે તમારું મન એકાગ્ર હોય ત્યારે આ હકારાત્મક વાતનો ઉપયોગ અત્યંત જરૂરી છે. આપણી માનસિક લાગણીઓ આપણા શરીર અને આપણા જીવનમાં મોટાભાગની સમસ્યાઓ પેદા કરે છે. જો તમે તમારા વિચારો બદલી નાખશો તો તમે તમારા જીવનને સ્વસ્થ અને સુખી રાખી શકશો