Mudra Chikitsha Dwara Rogmukti By Dr. Rasik Shah
મુદ્રાચિકિત્સા દ્વારા રોગમુક્તિ - ડો. રસિક છ. શાહ ગમે તે અનુકુળ સમયે મુદ્રા કરો, રોગમુક્ત બનો ભારતમાં મુદ્રાશાસ્ત્ર પ્રાચીન સમયથી ખૂબ જાણીતું છે. અને જયારે દવાઓ ન હતી ત્યારે મુદ્રાઓ દ્વારા અનેક લોકો પોતાની શારીરિક , માનસિક અને આધ્યાત્મિક તકલીફો દૂર કરતા હતાં .
આજે આપણાં શાસ્ત્રોમાંથી આપણને જુદી જુદી સાતસો પંદર (૭૧૫) મુદ્રાઓ મળી આવે છે. આ મુદ્રાશાસ્ત્ર કદાચ હઠયોગ કરતા જુનું હશે. આમાંની કેટલીક વિદ્યાઓનો ઉલ્લેખ આપણને વેદોમાં પણ મળી આવે છે.