Vishwano Sauthi Mahan Salesman By: Og Mandino
વિશ્વનો સૌથી મહાન સેલ્સમેન (GUJARATI TRANSLATION OF THE GREATEST SALESMAN IN THE WORLD) ઓગ મેન્ડીનો (ધ ગ્રેટેસ્ટ મિરેકલ્સ ઇન ધ વર્લ્ડ ના લેખક ) તમારું જીવન બદલો અને આ પુસ્તકમાં આપવામાં આવેલા દસ પ્રાચીન સિદ્ધાંતોમાં વ્યક્ત થયેલા અમૂલ્ય ડહાપણ દ્વારા સાચું જ્ઞાન મેળવો . પ્રત્યેક પેઢીમાં એક 'સશક્ત સાહિત્યનુ' સર્જન થતું હોય છે .આવા પ્રકારના લખાણોમાં વાચકનું જીવન બદલવાની ખરેખર ક્ષમતા હોય છે .આ પરંપરાને ધ્યાનમાં લઈએ તો 'વિશ્વનો સૌથી મહાન સેલ્સમેન' અસંખ્ય લોકોના જીવન પર અસર કરશે એ નિશ્ચિત છે . આ પુસ્તક અસરકારક વેચાણના દસ નિયમ રજુ કરે છે અને નોંધપાત્ર અસર કરે છે .લેખક ખુદ (અને આપણે બધા પણ) સેલ્સમેન છે .અને તેમણે અહીં પોતાના અનુભવ રજુ કર્યા છે . તેમની સમજદારીપૂર્વકની સલાહ સૌને જંગી સફળતા હાંસલ કરવામાં મદદ કરશે . અહીં લગભગ બે હજાર વર્ષ અગાઉ થઇ ગયેલા હાફીદ નામના છોકરાની વાત છે . ઊંટનું પાલન-પોષણ કરતા અને તેના પર જીવન ગુજરાન કરતાં આ છોકરાને તેમાંથી બહાર નીકળીને આગળ વધવું છે અને તેની ક્ષમતા પુરવાર કરવાની તક આપવા તેનો માલિક પેથરોસ તેને માત્ર એક ઝભ્ભો વેચવા માટે બેથલેહેમ મોકલે છે . છોકરો તેને સોપવામાં આવેલા કામમાં નિષ્ફળ જાય છે ,એટલું જ નહિ પરંતુ એક ઘર પાસે ગુફામાં એક નવજાત બાળકને હુંફ મળી રહે તે માટે તે ઝભ્ભો સળગાવવા માટે આપી દે છે . હાફીદ શરમથી માથું ઝુકાવી પરત આવે છે, પરંતુ એ આવે છે ત્યારે તેના માથા પર એક ચળકતો તારો દેખાય છે .પેથરોસ તેને ઈશ્વરની નિશાની માને છે અને હાફીદ ને દસ પ્રાચીન ચર્મપત્ર આપે છે જેમાં એ છોકરો તેની તમામ મહત્વકાંક્ષા પૂરી કરી શકે તેવી ડહાપણ ભરેલી વાતોનો ખજાનો છે। આ અનંતકાલીન વાર્તામાં મૂળ ચર્મપત્રના લખાણ પણ રજુ કરવામાં આવ્યા છે ..હાફીદ એ રહસ્યોનો ઉપયોગ વિશ્વનો મહાન સેલ્સમેન બનવા માટે કરે છે .... અને તેને જે બાબતોથી સફળતા મળી એ તમને પણ સફળતા અપાવી શકે ....કેમકે આપણે બધા 'સેલ્સમેન' છીએ ....અને આપણે આપણી જાતને બીજા સમક્ષ કેવી રીતે વેચી શકીએ છીએ તેના પર સફળતાનો આધાર રહેલો છે . ઓગ મેન્ડીનોનું પ્રથમ પુસ્તક 'વિશ્વનો સૌથી મહાન સેલ્સમેન 'ને આંતરરાષ્ટ્રીય પુસ્તક તરીકે સર્વત્ર આવકાર સાંપડ્યો છે અને અત્યાર સુધીમાં લખાયેલા સેલ્સ અને પ્રેરક પુસ્તકોમાં 1.40 કરોડ નકલોના વેચાણ સાથે આ પુસ્તકે અન્ય તમામ પુસ્તકોને સ્પર્ધામાંથી બહાર કરી દીધા છે . " મેં વાંચેલા પુસ્તકો પૈકી સૌથી વધુ પ્રેરણાદાયી, જ્ઞાનવર્ધક અને પ્રોત્સાહિત કરનારા પુસ્તકોમાં આ પુસ્તકનો સમાવેશ થઇ શકે ."-