LEADERSHIP FUNDA PANCHTANTRA NI RITE આ પુસ્તકમાં જે વાર્તાઓ આપવામાં આવી છે તે દ્વારા લેખકોએ લિડરશીપનાં વિવિધ ઉપયોગી અને અસરકારક FUNDA દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. વાચકો પોતે પણ આ પૌરાણિક વાર્તાઓ વાંચીને પોતાની રીતે પોતાને કામ લાગે તેવો બોધપાઠ ગ્રહણ કરી શકે છે. પુસ્તકના અંતે લેખકોએ લિડરશીપનાં પાંચ રહસ્યોને, પંચતંત્રની કથાઓના આધારે આધુનકિ મૅનેજમૅન્ટમાં તે કેવી રીતે અને કેટલા ઉપયોગી થઈ શકે તે પણ દર્શાવ્યું છે. આશા છે કે આ પુસ્તકના વાચકોને આ વાર્તાઓ અને તેના અંતે આપવામાં આવેલ બોધ ખૂબ જ ઉપયોગી નીવડશે. ગુજરાતી ભાષામાં આ પ્રકારનું આ પહેલું પુસ્તક છે.