Vasant Aavshe by Laura Ingalls Wilder
વસંત આવશે
અમેરિકાના એક રાજયમાં, જંગલમાં થઈને વહેતા એક ઝરણાને કિનારે વસતા એક ખેડૂત પરિવારની આ સાદીસીધી કથા છે. પણ આ સાદાઈ ને પોતાનું સંગીત છે, આરોહ-અવરોહ છે,વ્યાકુળ ચિતા અને નીરતિશય સુખના સ્વરોનું તેમાં અપૂર્વ ગુંજન છે. પરિવારમાં છે માત્ર પાંચ જન- પતિ, પત્નીની, અને તેની ત્રણ પુત્રીઓ.પણ સાથે પરિવારના વફાદાર સભ્યો સમો શ્વાન 'જેક'. એમાંની સૌથી નાની કેરી તો હજુ સરખું બોલી શકે એમ પણ નથી. સૌથી મોટી છે મેરી, શાની અને ઠરેણ. વચેટ છે લોરા ,આ કથાની નાનકડી નાયિકા - તોફાની,રમતિયાળ,ચંચળ,ઉત્સુકતા ને કુતુહલ તેની રગેરગમાં ભર્યા છે. બાળપણની મુગ્ધ જીજ્ઞાસાનું આથી વધારે સપૂર્ણ ચિત્ર ભાગ્યે જ ક્યાંય જોવા મળે.
વાર્તા તો સદી સાદી છે. નિર્ધન ખેડૂત ચાલર્સ દુરથી ગાડામાં પ્રવાસ કરીને આ જંગલમાં આવે છે. પોતાના બે ઘોડા અને બર્ની નામનું ટટુ વેચીને જમીન ખરીદે છે ને તેમાં ખેતી કરે છે, પણ તેનું કામ સરળ નથી.ઘઉં ઊગે છે ને હરિયાળા મોલ હવામાં લહેરાય છે તે વખતે બરોબર તીડ પડે છે. પાકનો દાનેદાણો ખાય જાય છે.ચાલ્સની સારીય મહેનત ધૂળમાં મળી જાય છે. રોજી મેળવવા તેને દુરના પ્રદેશમાં મજુરી કરવા જવ્યું પડે છે.એટલે દુર પગે ચાલીને જતી વખતે તેના પગમાં સરખા જોડા પંણ નથી. પણ તેના કંઠેથી હમેશાં આશાના સુર જ ઝરતા હોય છે. કોઈ પણ દેશમાં કોઈ પણ ખેડૂત પરિવારને સહેવી પડે તેવી બધી મુશ્કેલીયો આ કુટુંબ સહે છે.પણ આ મમુશ્કેલીઓ વચ્ચેય તે પડી ભાગતું નાતીતેમના સીમિત નાનકડા ગૃહજીવનમાં, પરસ્પર સ્નેહના, હાસ્ય-કીલ્લોલના, નાની નાની વસ્તુઓમાં રહેલા આનાદના પડધા ગુજતા રહે છે.તેમને વિશ્વાસ છે કે, આજે ભલે આટલી તકલીફ હોય, એક દિવસ વસંત આવશે.
|