Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Unto This Last (Gujarati Edition)
John Ruskin
Author John Ruskin
Publisher Navjivan Trust
ISBN 9788172298043
No. Of Pages 170
Edition 2017
Format Paperback
Language Gujarati
Price रु 170.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
636305923295162210.jpg 636305923295162210.jpg 636305923295162210.jpg
 

Description

અંટુ ધિસ લાસ્ટ - જૉન રસ્કિન
 

Unto This Last (Gujarati Edition) By John Ruskin

 

અર્થશાસ્ત્રની વિચારણા વિશે ચાર નિબંધ

 

આજે વિશ્વમાં અહિંસાના પૂજારી ગાંધીજીને સૌ માને છે, જાણે છે. પણ એમના સત્ય અને અહિંસાના વિચારોના મૂળમાં જે કેટલાંક અદ્ભુરત પુસ્તકોનો પ્રભાવ હતો, તેનાથી આમ માનવી ખાસ પરિચિત નથી. એ યુગમાં ગાંધીજી જે પુસ્તકથી ખૂબ પ્રભાવિત થયા હતા તે હતું રસ્કિનનું ‘અન ટુ ધીસ લાસ્ટ’. આ નાનકડી પુસ્તિકાએ ગાંધીજીના માનસમાં હલચલ મચાવી મૂકી હતી. ગાંધીજીએ પોતાની આત્મકથામાં તેનો ઉલ્લેખ કરતાં લખ્યું છે –

 

પોલાક મને મૂકવા સ્ટેશને આવેલા, ને ‘આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેવું છે. તે વાંચી જજો. તમને ગમશે.’ એમ કહી તેમણે રસ્કિનનું ‘અન ટુ ધીસ લાસ્ટ’ મારા હાથમાં મૂક્યું. આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. જોહનિસબર્ગથી નાતાલ ચોવીસ કલાક જેટલો રસ્તો હતો. ટ્રેન સાંજે ડરબન પહોંચી હતી. પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. પુસ્તકમાં સૂચવેલ વિચારો અમલમાં મૂકવાનો ઈરાદો કર્યો…

 

જે થોડાં પુસ્તકો મેં વાંચ્યાં છે તેને હું પચાવી શક્યો છું એમ કહી શકાય. એવાં પુસ્તકોમાં જેણે મારા જીવનમાં તત્કાળ મહત્વનો રચાનત્મક ફેરફાર કરાવ્યો, એવું તો આ એક જ પુસ્તક કહી શકાય. તેનો મેં પાછળથી તરજુમો કર્યો, ને તે ‘સર્વોદય’ને નામે છપાયો છે…

 

મારી એવી માન્યતા છે કે વસ્તુ મારામાં ઊંડે ભરેલી હતી. તેનું સ્પષ્ટ પ્રતિબિંબ મેં રસ્કિનના આ ગ્રંથરત્નમાં જોયું ને તેથી તેણે મારી ઉપર સામ્રાજ્ય જમાવ્યું. ને તેમાના વિચારોના અમલ મારી પાસે કરાવ્યો.

 

ઈ.સ. ૧૮૬૦માં પ્રસિદ્ધ થયેલ જ્હોીન રસ્કિનના ‘અન ટુ ધીસ લાસ્ટ’ પુસ્તકના સંપર્કમાં ગાંધીજી ઈ.સ. ૧૯૦૪ના માર્ચમાં આવ્યા હતા. ઈંગ્લેન્ડના ડોવર ગામે જન્મેલ હેન્રી સોલોમન પોલાક ૧૯૦૩માં દક્ષિણ આફ્રિકામાં આવી વસ્યા હતા. ૧૯૦૪માં ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી તેઓ ફિનિક્સ આશ્રમમાં જોડાયા હતા. તેમણે જ ગાંધીજીને ‘અન ટુ ધીસ લાસ્ટ’ વાંચવા આપ્યું હતું. જેનો ઉલ્લેખ આપણે આગળ ગાંધીજીના અવતરણમાં જોયો. ‘અન ટુ ધીસ લાસ્ટ’ પુસ્તકે ગાંધીજીના સમગ્ર જીવનને બદલી નાખ્યું હતું. એ પુસ્તકના વાચન પછી ગાંધીજી બેરિસ્ટરમાંથી ખેડૂત બન્યા. ગૃહસ્થમાંથી આશ્રમવાસી બન્યા. ડરબનથી દૂર અગિયાર માઈલના અંતરે ફિનિક્સ સ્ટેશનથી અઢી માઈલ પર ૧૦૦ એકર જમીન ખરીદી અને અખબાર ‘ઇન્ડિયન ઓપિનિયન’ ડરબનથી ફિનિક્સ આવી ગયું. અને તેમાં કાર્ય કરનાર પહેલાં માત્ર પોતાની રોજીરોટી કમાતા હતા. પણ હવે તેઓ સમૂહજીવન જીવતા આશ્રમવાસીઓ બન્યા. આવી જબરદસ્ત અસર જે પુસ્તકની ગાંધીજી પર થઈ તે ‘અન ટુ ધીસ લાસ્ટ’ અંગે ગાંધીજી લખે છે :

 

‘આપણામાં જે સારી ભાવનાઓ સૂતેલી હોય તેને જાગ્રત કરવાની શક્તિ જે ધરાવે તે કવિ છે. બધા કવિની બધા ઉપર સરખી અસર થતી નથી, કેમ કે બધામાં સારી ભાવનાઓ એકસરખા પ્રમાણમાં હોતી નથી.’

 

‘સર્વોદય’ના સિદ્ધાંતો હું આમ સમજ્યો :

૧. બધાના ભલામાં આપણું ભલું રહેલું છે.
૨. વકીલ તેમજ વાણંદ બંનેના કામની કિંમત એક સરખી હોવી જોઈએ. કેમ કે આજીવિકાનો હક બધાને એક સરખો છે.
૩. સાદું મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.

પહેલી વસ્તુ હું જાણતું હતો. બીજી હું ઝાંખી જોતો હતો. ત્રીજીનો મેં વિચાર જ નહોતો કર્યો. પહેલીમાં બીજી બંને સમાયેલી છે એ મને ‘સર્વોદયે’ દીવા જેવું દેખાડ્યું. સવાર થયું ને હું તેનો અમલ કરવાના પ્રયત્નોમાં પડ્યો.

જ્હોેન રસ્કિન ઇંગ્લેન્ડના વિક્ટોરિયન અને એડવાર્ડીયન યુગમાં કલા વિવેચક તરીકે ખાસ્સા જાણીતા હતા. લગભગ ૨૫૦ જેટલાં પુસ્તકો તેમનાં એ વિષય પરનાં પ્રસિદ્ધ થયાં હતાં. આજે તો તેમના એ ગ્રંથો ઉપલબ્ધ નથી. પણ તેમનું પુસ્તક ‘અન ટુ ધીસ લાસ્ટ’ આજે પણ ઉપલબ્ધ છે. તે કોઈ કલા વિવેચનનું પુસ્તક નથી. પણ રસ્કિનના આર્થિક અને રાજકીય વિષય પરના ચાર લેખોના સંગ્રહ છે. રસ્કિને આ પુસ્તકનું મથાળું ‘અન ટુ ધીસ લાસ્ટ’ બાઈબલની એક આખ્યાયિકા (મેથ્યુ ૨૦.૧૪) પરથી લીધું છે. જેમાં એક માણસ પોતાના ખેતરમાં કામ કરવા આવનાર સૌ મજૂરોને સમાન વેતન આપે છે. એમાં કેટલાક વહેલા આવેલા મજૂરો હોય છે. અને કેટલાક કામ શોધતાં શોધતાં ખેતર સુધી મોડા પહોંચ્યાં હોય છે. ખેતરનો માલિક સૌ મજૂરોને સરખી મજૂરી આપે છે. એટલે વહેલો આવનાર મજૂર પૂછે છે,

‘મોડા આવનાર મજૂરને પણ સરખી મજૂરી કેમ આપવામાં આવી ?”

ત્યારે ખેતરનો માલિક જવાબ આપતાં કહે છે,

‘મેં તમને સૌને જેટલું વેતન આપવાનું વચન આપ્યું હતું, તેટલું વેતન આપ્યું છે. પણ પહેલા આવ્યા તે ફાવ્યા અને મોડા આવ્યા તે નુકસાનમાં રહે, એ ક્યાંનો ન્યાય ?’

આ નાનકડા પુસ્તકમાં રસ્કિન સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર સંબંધી જીવનકલાનો એક નવો જ અભિગમ રજૂ કરે છે. રસ્કિન કહે છે,

‘ઈશ્વરની રચનામાં માનવીનાં કાર્યો ઉપયોગિતાના સંદર્ભમાં જ મૂલવાય તે યોગ્ય નથી. પણ તેનું મૂલ્યાંકન માનવીય ન્યાયના માપદંડથી થાય તે જરૂરી છે.’

‘રાષ્ટ્રની સંપત્તિ માત્ર શ્રેષ્ઠ આર્થિક રીતે સંપન્ન માનવીઓ જ નથી, પણ સામુદાયિક હોતો અને ન્યાયને પોષનારા માનવીઓ રાષ્ટ્રની સાચી સંપત્તિ છે.’

‘અસલ સ્વરૂપ માનવતા સ્વયં છે. પૈસો એ તો પડછાયા પાછળની દોડ છે.’

‘માનવ જીવન કરતાં અધિક એવી કોઈ સંપત્તિ નથી.’

 

‘અન ટુ ધીસ લાસ્ટ’ના લેખક રસ્કિન માનવ જાતિના વિકાસમાં બે મોટા અંતરાયો જુએ છે. પ્રેમ અને હિંમતનો અભાવ. બીજાને માટે ન્યાયનો આગ્રહ પ્રેમ હોય તો જ સંભવી શકે અને પોતાને હાથે બીજાને અન્યાય ન થાય માટે ત્યાગપૂર્વક, સ્વેચ્છાએ સાદું જીવન જીવવાની નૈતિક હિંમત માનવીમાં અનિવાર્ય છે. ‘હિન્દ સ્વરાજ’માં ગાંધીજીએ આ સિદ્ધાંતોને વિસ્તૃત સ્વરૂપે આલેખ્યા છે. સ્વરાજની વ્યાખ્યા આપતાં ગાંધીજી લખે છે,

 

‘સૌએ સૌ માટે મેળવવાનું રાજ એટલે સ્વરાજ.’

 

રસ્કિન આગળ લખે છે,

 

‘જગતમાં પર્યાવરણ કે આર્થિક વિષમતાના દરેક પ્રશ્નના કેન્દ્રમાં માનવીનું વલણ છે. તૃષ્ણાને સ્થાને સંતોષ એ જ અંતે તો સુખમય માનવસમાજ માટે પ્રથમ શરત છે. સંતોષ એ વ્યક્તિગત જીવનપરિવર્તન માટેની પણ મુખ્ય શરત છે.’

 

‘ખરેખર તો પોતાની પાસે જેટલું હોય તેટલાથી સંતોષ માનીને જીવવું જોઈએ. ઈશ્વરે જે કાંઈ આપ્યું છે તેમાં સંતોષ માનનાર સુખી છે.’

 

‘માનવસમાજના વિકાસ માટે આવા સુખની પ્રાપ્તિ વ્યક્તિગત પ્રયત્નો દ્વારા જ સંભવિત બનશે. સામુદાયિક પ્રયાસો કરતાં વ્યક્તિગત પ્રયાસો વધુ કારગત સાબિત થાય છે.’

 

‘માનવીની આંખો પર સ્વાર્થનાં પડો ચડેલાં છે. દરેક માનવીએ પોતાની આંખ પરથી એ પડો દૂર કરવાં પડશે. ત્યારે જ શાંતિનો વ્યવહાર સમાજમાં સ્થાપિત થશે.

રસ્કિનના આ વિચારો ‘અન ટુ ધીસ લાસ્ટ’ના ચારે લેખોમાં પ્રસરેલા છે. તેમના આ વિચારો એ પછી પણ વિકસતા રહ્યા છે. રસ્કિનના આત્મકથનાત્મક ગ્રંથ ‘પ્રીટેરીટા’માં તેઓ લખે છે,

 

‘પ્રભુની શાંતિનો વાસ જો ક્યાંય હોય તો તે ગરીબ અને મહેનતુ માનવીના હૃદયની ઉદારતા અને કર્મનિષ્ઠામાં છે. દરેક ધર્મમાં સુસંગતતા, નૈતિક કાર્યો, અન્ય પ્રત્યે પ્રેમ અને નિસ્વાર્થ ત્યાગ છે.’
 

રસ્કિનના વિચારોમાં આજે પણ તાજગીનો અહેસાસ થાય છે. તેમને એ યુગની ઔદ્યોગિક સભ્યતાની એક મોટી ખામી એ લાગી હતી કે એ સભ્યતામાં સૌન્દર્યના શસ્ત્રની અવગણના કરવામાં આવી છે. સાચી ઉપયોગિતા અને ભવ્યતા એટલે શિવ અને સુંદર બંનેનો સુભગ સમન્વય હોવો જોઈએ. એટલે સભ્યતા એ ખોરાક, પાણી, કપડાં, આવાસ વગેરેની સૌ માટે વ્યવસ્થા કરવાની સાથે આરોગ્ય, શિક્ષણ, આરામ. લોકોની સર્જનવૃત્તિને પણ અવકાશ હોવો જરૂરી છે. ઔદ્યોગિક સભયતા અર્થાત્‍ નવી રાજનૈતિક અર્થરચના થોડા લોકોને વિલાસના સાધનો પૂરાં પાડે છે. પણ મોટાભાગના લોકોની પાયાની જરૂરિયાતો પણ પૂરી પાડતી નથી. રસ્કિન કહે છે કે રેશમી દુપટ્ટાઓ પહેલાં કાંબળાની વ્યવસ્થા થવી જોઈએ. જ્યાં સુધી સમાજમાં લોકો ટાઢે ઠરે છે, નગ્ન અવસ્થામાં જીવે છે ત્યાં સુધી વસ્ત્રાભૂષણમાં ભવ્યતા લાવવાનો પ્રયાસ પણ નૈતિક ગુનો છે. ગાંધીજીએ આ વિચારને ‘હિન્દ સ્વરાજ’માં બીજરૂપે રજૂ કર્યો છે.

 

આ વિચારો આજની અર્થવ્યવસ્થા સંદર્ભે પણ એટલા જ પ્રસ્તુત લાગે છે. ૨ ઑક્ટોબર વિશ્વ અહિંસા દિવસ નિમિત્તે આ વિચારો સાચા અર્થમાં જીવનમાં અમલમાં મૂકવાની આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ એ જ અભ્યર્થના

Subjects

You may also like
  • Krushnaavataar-1
    Price: रु 600.00
  • Krushnaavataar-2
    Price: रु 580.00
  • Krushnaavataar-3
    Price: रु 570.00
  • Patan Ni Prabhuta
    Price: रु 300.00
  • Rajadhiraj
    Price: रु 525.00
  • Jai Somnath (Gujarati Novel)
    Price: रु 280.00
  • Bhagvaan Kautilya
    Price: रु 140.00
  • Bhagvan Parshuram (Gujarati Novel)
    Price: रु 300.00
  • Angad No Pag (Gujarati Translation of The Fountain Head)
    Price: रु 200.00
  • Dariyapaar
    Price: रु 170.00
  • Saurashtra Ni Rasdhaar
    Price: रु 600.00
  • Aakhet (Part 1 to 3)
    Price: रु 2500.00