TIME MANAGEMENT ANE SAFALTA - SURESHCHANDRA BHATIA જીવનમાં સફળતા મેળવવા માટે સમયનું મહત્ત્વ સમજી, સમયની સાથે પોતાને પણ શિસ્તબદ્ધ અને પ્રતિબદ્ધ રાખી કામ કરવું એ બહુ જ જરૂરી છે. "વીતી ગયેલો સમય' એ આપણા વડે ખર્ચાઈ ગયેલા ધન જેવો છે, જેને આપણે ક્યારેય પાછો મેળવી શકવાના નથી. પ્રત્યેક સેકન્ડ, મિનીટ, કલાક, રાત-દિવસ, મહિનો કે વર્ષના રૂપમાં સમયના મહત્ત્વને સમજી, પરિશ્રમ કરનાર વ્યક્તિ પ્રત્યેક પગલે સફળતાનાં સોપાન ચડી શકે. આપણે આપણા સમયને રોજિંદા કાર્યક્રમમાં વહેંચીને, તેનું આયોજનપૂર્વક પાલન કરીને, આપણી ટેવોનો હકારાત્મક ઉપયોગ કરીને, અન્ય સફળ વ્યક્તિઓના અનુભવોનો લાભ મેળવીને તેમજ થોડા સમયની બચત કરીને આપણે આપણાં અત્યંત ઉપયોગી કાર્યો સારી રીતે પૂરાં કરી શકીએ છીએ. ટાઈમ મૅનેજમૅન્ટ અને સફળતા પુસ્તક, આજના હરીફાઈભર્યા યુગમાં સમયના સદુપયોગ જેવા મહત્ત્વપૂર્ણ વિષયને કેન્દ્રમાં રાખીને અત્યંત સરળ શૈલીમાં લખાયું છે. સમયનું સાચું મૂલ્યાંકન કરીને તેનો સદુપયોગ કેવી રીતે કરવો, તે અંગેની મૂલ્યવાન Tips આ પુસ્તકમાં આપવામાં આવી છે.