સ્પીડપોસ્ટ -શોભા ડે જગતનો સૌથી શ્રેષ્ઠ અને ગાઢ સંબંધ એટલે મા અને તેનાં સંતાનો વચ્ચેનો સંબંધ. ધ મોસ્ટ સ્પેશિયલ બોન્ડ ઇન ધ વર્લ્ડ! એકવીસમી સદીમાં બાળકોનો ઉછેર એટલે સળગતો પ્રશ્ન ! માતાપિતા માટે બાળઉછેર એક સહિયારી પ્રવૃત્તિ છે. વાલી તરીકે આપણને સ્પર્શતા અનેક પ્રશ્નોનાં પ્રેક્ટિકલ, અભ્યાસુ છતાંય હળવાફૂલ ઉત્તરો આપતું પુસ્તક એટલે સ્પીડપોસ્ટ. જાણીતાં લેખિકા, ટીવી એન્કર, પત્ની, પુત્રી તથા છ સંતાનોનાં માતા જેવું પાસાંદાર વ્યક્તિત્વ ધરાવતાં શોભા ડેએ પોતાનાં છ સંતાનોને વિવિધ પ્રસંગોએ જે સંવેદનશીલ પત્રો લખ્યાં તેનું નજરાણું એટલે સ્પીડપોસ્ટ. વિજાતીય આકર્ષણ, ધર્મ, સેલફોન મેનર્સ, શિસ્ત, સેક્સ, ઇન્ટરનેટનો ઉપયોગ જેવાં રોજિંદા જીવનમાં ઉદ્ભવતા અનેક પ્રશ્નોના ઉત્તરો અહીં છે.