Shailaja Sagar--By: Ashwini Bhatt
શૈલજા સાગર - અશ્વિની ભટ્ટ
સ્વિમિંગ પૂલમાં તરતી ઇન્ફલેટેડ મેટ્રેસ પર ગોઠવાયેલો ફોન રણકે છે, એ ઘંટડીના રણકાર સાથે શયતાનનું શરસંધાન થયું હોય તેમ, શૈલજાના જીવનમાં ધરતીકંપ ઊઠે છે. એક સામાન્ય ઘટનામાંથી ખડા થતા અસામાન્ય પ્રસંગની આ કથા શૈલજા-સંજીવ, પ્રેમા- ઇન્દ્રજીતને એક એવી આલમમાં ઘસડી જાય છે જેમાં જીવવા માટે ખંજર ચલાવવું પડે અને રસ્તો કરવા માટે પિસ્તોલ ......!