શેઠજી એબીએસપીના પ્રમુખ છે, એ પક્ષ કે જે ભારતની મિશ્ર સરકાર બહુજ મહત્વ નો છે.કાપટી ,નિર્દયી અને હઠીલા યોદ્ધા જેવા શેઠજી નું આગવું નીતિશાસ્ત્ર છે અને હરવું તેમને પસંદ નથી.તેમને દરેક ડગલે સાથ આપે છે અમૃતા,તેમની મુગ્ધ કરી નાખે તેવી ઓછાબોલી પુત્રવધુ કે જેના પોતાના જીવનમાં ઓછા રહસ્યો નથી. તેના રહસ્યોમાં છે નપુંસક પતિ,બળાત્કારી દિયર અને ભૂતપૂર્વ પ્રેમી….પણ જયારે દેશ ના બે સૌથી શક્તિશાળી માણસો ભેગા થઇ ને શેઠજી ની સામે પડે છે,ત્યારે આ લૂચ્ચા રાજકારણીને પોતાના જીવન નું સૌથી જીવલેણ યુધ્ધ લડવું પડે છે – એક એવું યુધ્ધ કે જેમાં તેને પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દેવું પડે છે.આ પરિસ્થિતિ માં તે એક જ વ્યક્તિનો વિશ્વાસ કરી શકે તેમ છે અને તે વ્યક્તિ છે અમૃતા, જે કોઈને મચક નથી આપતી,શેઠજી ને પણ નહિ.
ભારતીય રાજકારણ ના અંધારા અને ભ્રષ્ટાચારથી ખદબદતા હાર્દની ઓથે લખાયેલ શેઠજી નવલકથા છે મહત્વાકાંક્ષા અને લોભની-અને સૌથી વધારે તો વિશ્વાસની. …