સરમુખત્યાર : સામાજિક , રાજકીય , ઐતિહાસિક નવલકથા
નવીન વિભાકર
તમે અસુરો, દાનવોની અનેક વાતો પૌરાણિક ગ્રંથો કે કથાઓમાં વાંચી હશે . તેઓ પ્રજા પર જુલમ ગુજારતા ને પિશાચી આનંદ માણતાં. આ અસુરો, દાનવોનું અર્વાચીન સ્વરૂપ એટલે એડોલ્ફ હિટલર અને ઈદી અમીન જેવા સરમુખત્યાર શાસકો. 'રાક્ષક કુળ' ના આ વંશજોના જુલ્મ સહન કરનાર અનેક લોકો આજે પણ આપણી વચ્ચે વસે છે . આ શાસકો અને તેણે લોકો પર ગુજારેલા જુલ્મો વિશે અંગ્રેજીમાં તો ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે, જોકે આ મેણું ભાંગવા અમેર્કાવાસી નવીન વિભાકરે સ્તુત્ય પ્રયાસ કર્યો છે.
લેખક આફ્રિકામાં ઈદી અમીને લોકો પર ગુજારેલા અત્યાચારોને રજૂ કરતી કૃતિ નવલકથા સ્વરૂપે લઈને આવ્યા છે, જેમાં તેમણે જુલ્મો અને ક્રૂર શાસનની સત્યઘટનાઓને વણી લીધી છે. લેખકના શબ્દોમાં જ કહીએ તો પુસ્તકમાં ૯૫ ટકા સત્યઘટનાઓ છે.આ પુસ્તક વાચકોની નજર સમક્ષ યુગાન્ડાની સ્વતંત્રતા, પ્રેસિડેન્ટ ઓબેટોનો રાજ્પલટો , ઈદી અમીનનું સત્તામાં આવવું, એશિયનોની હકાલપટ્ટી, ઈદી અમીનના જુલ્મો, યુદ્ધમાં હાર થતાં પલાયન થવું વગેરે ઘટના તાદશ રજૂ કરે છે.
આજે બ્રિટનમાં વસતાં ભારતીયોમાં ગુજરાતીઓની સંખ્યા વિશેષ છે. આમાં પણ ૧૯૭૨માં આફ્રિકાથી હિજરત કરીને આવેલા ગુજરાતી વિશેષ છે. જો કે આજે આટલા દાયકા પછી પણ તેઓ તે કાળની હકીકતથી ખાસ વાકેફ નથી કેમ કે તેઓ નવા જીવનમાં સ્થાયી થવા મથતાં હતા . આ પુસ્તક તેમણે નજરે નિહાળેલી ઘટનાની પરદા પાછળની વાતો કરવાની સાથેસાથ એશિયનોની સામુહિક હિજરત પછી યુગાન્ડામાં શું બન્યું તેની પણ માહિતી આપે છે. વર્ષની મહેનત પછી મહેનત પછી તૈયાર થયેલું આ પુસ્તક રસપ્રદ છે.
|