Saraswatichandra (Bruhat Sankshep) (Abriged)
સરસ્વતીચંદ્ર- (સંક્ષેપ )
-ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
ગોવર્ધનરામ આપણા શ્રેષ્ઠ નવલકથાકાર છે. 'સરસ્વતીચંદ્ર' ના ચાર ભાગમાં એમણે સરસ્વતીચંદ્ર-કુમુદસુંદરીની પ્રણકથા નિમિત્તે સંસ્કૃતીકથા આપી છે।પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સંગમકાળે આપણે ત્યાં જે પ્રશ્નો ઉભા થયા હતા એનું આ નવલકથામાં સર્વગ્રાહી અને કલાત્મક નિરૂપણ થયું છે।આશરે અઢારશો પાનામાં વિસ્તરેલી આ નવલકથામાં લેખકના સર્જનની અને શક્તિનો અપૂર્વ પરિચય મળે છે।એમાં વ્યક્તિત્વના જીવનપ્રશ્નોની,અપના સયુંકત કુટુંબજીવનની, રાજ્યતંત્રની અને ધર્મજીવન ની લેખકે રસમય વાર્તાની ગૂંથણી દ્વારા સુન્દર મીમાંસા કરી છે.
મહાકાવ્ય જેવી આ સુદીર્ઘ મહાકથાનો આ સંક્ષેપ વાસ્તવના ચિત્રોના દર્શન કરાવી,વાચકને ભાવાનાલોકમાં લઇ જઈને, રસાનંદનો અપૂર્વ આસ્વાદ કરાવે છે.
જે નવલકથા ગાંધીજીએ ધ્યાનથી વાંચીને છાતી ગજ ગજ ફૂલી જાય એવી નોંધ કરી હોય, જે નવલકથા વિશે 'દર્શક' મનુભાઈ પંચોળીએ કહ્યું હોય કે, ''ભારતના ઉજવણી પર્વમાં ગુજરાત પાસે આપવા જેવી બે ભેટ છે, એક મહાત્મા ગાંધી અને બીજી આ નવલકથા'', જે નવલકથાને ધુરંધર કવિ ન્હાનાલાલે વિશ્વ સાહિત્યની સર્વકાલીન મહાન વિભૂતીઓ જ્હોન વુલ્ફગાંગ વોન ગોથે (જર્મન કવિ) અને વિક્ટર હ્યુગો(ફ્રેંચ નવલકથાકાર, નાટયકાર અને કવિ)ની સાહિત્ય કૃતિઓ સાથે સરખાવી હોય, જે નવલકથા ૧૯મી સદીના ગુજરાતનો ઐતિહાસિક દસ્તાવેજ ગણાતી હોય, જે નવલકથા ગુજરાતના સર્વકાલીન એકથી દસ મહાન પુસ્તકોની યાદીમાં અચૂક સ્થાન પામતી હોય, જે નવલકથા ગુજરાતી સાહિત્યની પહેલી આધુનિક નવલકથા ગણાતી હોય, જે ગુજરાતી નવલકથાની ગણના ૧૯મી સદીના ભારતના કોઈ પણ ભાષામાં લખાયેલા શ્રેષ્ઠ પુસ્તકમાં થતી હોય - એવી મહાન નવલકથા 'સરસ્વતીચંદ્ર'
|