Rage Of Angels (Gujarati Translation)
રેજ ઓફ એન્જલસ - સિડની શેલ્ડન
જેનીફર પાર્કર પોતાની વકીલાતની કારકિર્દીમાં આગળ વધી રહેલી સુંદર અને તેજસ્વી યુવતી છે. મેનહટ્ટનના District Attorney ની ઓફિસમાં જોડાયાના ચોવીસ કલાકની અંદર એક માફિયા શાહ્ઝાદાના કારણે જેનીફરની કારકિર્દી જોખમમાં મુકાઈ જાય છે.
માઈકલ મોરેટ્ટી સોહામણો અને માથાભારે માફિયા છે. પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા તે કોઈ પણ હદ વટાવવા તૈયાર છે. તેના માર્ગમાં આવનારનું કાસળ કાઢતા તેને વાર નહિ લાગે .... પછી ભલે તે સુંદર હોય કે મહત્વાકાંક્ષી .આમ શરુ થાય છે સ્ફ્રુતિથી તરબતર બે ખેલંદાઓની જકડી રાખનારી કહાની જેઓ દુનિયાના શ્રેષ્ઠ શહેરમાં અંતિમ સત્તા માટે સંઘર્ષ કરે છે.
આ ખતરનાક યુદ્ધમાં નફરત કરતાં પ્રેમ વધારે ઘાતક સાબિત થાય છે.