Buy Pratishruti (Gujarati Book) by Dhruv Bhatt Online at Low Prices ઝાડ તળે કે ઓટલે બેસીને બાળકોને વાર્તાઓ કહેવા માટે મેં મહાભારત અનેક વાર વાંચ્યું છે. તેનાં વિવિધ પાત્રોમાંથી પાંચાલી, કર્ણ, કુંતી, ભીષ્મ, પિતાની શોધમાં નીકળેલા બભ્રુવાહન, સ્વેચ્છાએ મૃત્યુ સ્વીકારી લેતા ઇતિહાસના પહેલાં શહીદ ઘટોત્કચ અને કૃષ્ણ જેવાં પાત્રોએ મને વધારે આકર્ષ્યો છે. તેમાંના એક પાત્ર ભીષ્મને મારી રીતે પ્રગટ કરવાનો પ્રયત્ન એટલે આ કથા.