Prasad
પ્રસાદ - વિમળા બી.પંચાલ
( ગીત, ભજન, રાસ, સ્તુતિ અને થાળનો સંગ્રહ )
આપણે ત્યાં મધ્યકાલીન સમયથી ગીત, ભજન, રાસ, સ્તુતિ અને થાળ વગેરેનું આગવું મહત્વ રહ્યું છે. તેના મૂળ આપણને મધ્યકાલીન સમયના સર્જકો નરસિંહ, મીરાં, દાસી જીવણ, ખીમ સાહેબ, ગંગાસતી, દયારામ વગેરેમાં જોવા મળે છે. હજી એથી પણ આગળ દ્રષ્ટિ કરીએ તો હેમચન્દ્રાચાર્ય રચિત પ્રાકૃત દુહાઓમાં ક્યાંક ક્યાંક એની આછેરી છાંટ જોવા મળી આવે છે એવું કહી શકાય .
' જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા' જેવું નરસિંહ મહેતાનું પ્રભાતિયું હળવા સ્વરે સાંભળતા સાંભળતા પડતી પ્રભાતનું મૂલ્ય આગવું અને અનેરું છે. સાથે સાથે ' બાઈ અમે પકડી આંબલીયાની ડાળ ' કે ' જૂનું તો થયું રે દેવળ ' જેવા મીરાબાઈનાં પદ-ભજનો તથા ' વીજળીના ચમકારે ' જેવાં ભજનો ભક્ત-સર્જકોનાં અનેક ભજનો-ગીતો લોકોના હાથવગા તથા હૃદયવગા છે.
દુલા ભાયા કાગ, કવિ દાદ, મનુભાઈ ત્રિવેદી, મકરંદ દવે જેવાં અર્વાચીન સર્જકોએ પણ આ ક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું છે.
' પ્રસાદ ' એ આવા જ ભજનો,ગીત, ગરબા, રાસ, થાળ, લોકગીતો વગેરેનું સુંદર સંકલન છે.
|