Nagvansh (Gujarati Translation of The Secret of the Nagas)
નાગવંશનું રહસ્ય :શિવકથન નવલકથાત્રયી -2
અમીષ ત્રિપાઠી
ભાવાનુવાદ: ચિરાગ ઠક્કર ' 'જય ' મેલુહા ટ્રાયોલોજીમાનું બીજું પુસ્તક ” નાગવંશ “ની શરૂઆત કઈક આમ થાય છે . . . શિવ’નાં નજીકના એક મિત્ર / સ્વજનની હત્યા થઇ ચુકી હોય છે ( પ્રથમ ભાગમાં જ ) અને હવે દુષ્ટ ” નાગ ” લોકો સતી’ની પાછળ પડી ગયા છે અને સતત તેનો પીછો થઇ રહ્યો છે . . . ” શિવ ” કે જે તિબેટનો એક બરછટ યોધ્ધા હતો અને સહસા જ તેને એક મહાન ઈશ્વરીય અવતાર ( નીલકંઠ – કે જે આવનારા સમયમાં સત્ય અને ન્યાયની સ્થાપના કરશે ) હોવાની માન્યતામાંથી પસાર થવું પડે છે . . . . તેની યાત્રા હવે મેલુહાં અને સ્વદ્રીપ’થી આગળ વધીને કાશી , મગધ , બ્રંગ , પંચવટી અને અયોધ્યા જેવા નગરો અને નર્મદા , પદ્મા , કાવેરી , ગંગા , ગોદાવરી , મધુમતી અને બ્રહ્મપુત્રા જેવી નદીઓના કિનારે પણ ચાલે છે . . . . સમય જતા અવનવા રહસ્યો તેની આગળ ઘટસ્ફોટ થયા કરે છે . . . દિનબદિન નવા સાથીઓ જોડાતા જાય છે અને તે પરિવાર ઉપરાંત તેનું ખુદનું પરિવાર પણ આગળ વધે છે . . . તે સાથે જ કોઈ અણજાણ્યા જ શત્રુઓ / અનિષ્ટ સામી ક્ષિતિજે ઉદય પામી રહ્યું છે કે જેનું રૂપ / અણસાર કેવું હશે તેનો ખ્યાલ સુધ્ધા શિવ’ને નથી . . . તે તૈયાર છે તો બસ લડવા . . . અને જે પણ કાઈ સત્ય હોય તે સ્વીકારવા અને તેમાંથી એક નવું સત્ય જાણવા . . . કેમકે જેમ વિસ્મયનો કોઈ પાર નથી તેમ સત્ય પણ નિતાંત છે . મેલુહાનો બીજો ભાગ ” નાગવંશ ” પણ અત્યંત રોચક અને અદભુત વર્ણનોથી સુસજ્જ છે . કે જ્યાં પહેલા ભાગમાં નીલકંઠ વિશેની માન્યતાઓ , તેમનું મેલુહામાં આગમન , ત્યાની વ્યવસ્થા , નીતિનિયમો અને સમાજવ્યવસ્થાનું વર્ણન હતું . . . . . ત્યાં અહીંયા તેઓની યાત્રા હવે મેલુહાની સરહદો વટાવીને આગળ વધે છે અને શરુઆત થાય છે , ” નાગલોકો “નાં રહસ્ય અને તેમની નગરી શોધવાની કવાયત તરફે . . . . . નાગવંશ એક સ્વતંત્ર પુસ્તક તરીકે પણ એટલું જ રોચક છે . કે જ્યાં ” મેલુહાં ” પ્રથમ મણકો હતો માટે તેના તરફનું ખેંચાણ હંમેશા વધારે જ રહેવાનું પણ તે પ્રથમ ભાગે જે રીતે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું અને બીજા ભાગ તરફ લોકોની જે અપેક્ષા હતી તેની કસોટીએ આ પુસ્તક ખરું નીવડ્યું છે . તે જ પૌરાણિક કથાનક’ને એક અલગ અંદાજથી રજુ કરવા બદલ . હર પ્રકરણ પર એક નવું જ રહસ્ય . ધર્મ અને વિજ્ઞાનનું અદ્ભુત સમન્વય કરીને એક ધર્મવિજ્ઞાન કથાનું નિર્માણ . courtesy : નિરવ