Na Hanyate (Gujarati Edition of Bengali Novel It Does Not Die By Maitreyi Devi)
ન હન્યતે - મૈત્રયી દેવી અનુવાદક : નગીનદાસ પારેખ
વિશ્વિખ્યાત તત્વજ્ઞાની પિતાએ ભારતીય સંસ્કૃતિના એક ત્રેવીસ વરસના બલ્ગેરિયાના વિદ્યાર્થી મિર્ચા યુકિલડને પોતાને ઘેર રાખવાનો કવિયત્રી પુત્રી અમૃતા આગળ પ્રસ્તાવ મૂક્યો. ભોયતળીયે એને માટે એક ઓરડીનો ભાગ ફાજલ પાડવામાં આવ્યો. મહિનાઓ બાદ ખબર પડી કે બંને વચ્ચે પ્રેમસંબંધ વધતો આવે છે. પિતાએ મિર્ચાને ઘરનિકાલ કર્યો.
કાગળપત્ર પણ ન લખનાર પશ્ચિમના એ ' મૃગયા ' -પટુ માણસને અમૃતા વરસો સુધી ભૂલી પણ ગઈ છે. પ્રૌઢ ઉમરે અવારનવાર યુકિલડ મોટો વિદ્વાન પ્રોફેસર થયો હોવાના સંકેતો મળતા રહ્યા છે. એટલું જ , આજે તો અમૃતાનો ભર્યોભાદર્યો સંસાર છે. પૌત્રપૌત્રિનો ઘરઆંગણે કિલ્લોલ છે. સાંસ્કૃતિક અને સમાજસેવાના ક્ષેત્રમાં એક ગણનાપાત્ર સ્ત્રીનેતાનું પોતાનું ગરવું સ્થાન છે
ત્યાં અચાનક અમૃતાનાં આંતરજીવનમાં ભારે ભૂકંપ જેવું થાય છે. જન્મદિને - ૧૯૭૨ ના સપ્ટેમ્બરની પહેલી -ની સવારે મિર્ચાનો શિષ્ય સેરગેઇ આવેલો છે. તેને પોતે મળવા જાય છે અને તે જયારે કહે છે કે મિર્ચાની ચોપડી દ્વારા બલ્ગેરિયામાં પરીકથાની નાયિકા બની ગઈ છે ત્યારે પૂછે છે કે એ ચોપડીમાં એવું કશું તો નથી કે પોતાને શરમાવું પડે ?.........
આરંભમાં લાગે છે કે આ કથા એ ઘવાયેલા સ્ત્રીત્વનો કરુણ ચિત્કાર છે.અમ્રુતાની ચેતના એક દૂરનાં દેશમાં પોતાને વિશે ચાળીસ વરસથી ચાલતા જુઠાણાના આઘાતની ઉપરતળે થઇ છે.
આ અનુવાદને સાહિત્ય અકાદમીનું ૧૯૮૯નુ ઉત્તમ અનુવાદનું પારિતોષિક મળેલ છે.