MELUHA (GUJARATI TRANSLATION OF THE IMMORTALS OF MELUHA) - AMISH TRIPATHI
મેલુહાના અમર્ત્યો :શિવકથન નવલકથાત્રયી -2
દંતકથાએ ઈશ્વાર બનાવી દીધો એવા માણસની કથા ઈ.સ. પૂર્વે ૧૯૦૦. આધુનકિ ભારતીયો જેને ભૂલથી સિંધુ ખીણની સંસ્કૃતિ ગણાવે છે એ સમયખંડમાં... ત્યારના લોકો એને મેહુલની ભૂમિ તરીકે ઓળખતા. મેલુહાનું સામ્રાજ્ય એટલે જાણે પૃથ્વી પરનું સ્વર્ગ, જેની સ્થાપના સેંકડો વર્ષ અગાઉ મહાન રાજા રામે કરેલી. આ ઉન્નત સામ્રાજ્ય અને એના સૂર્યવંશી શાસકો સામે ગંભીર સંકટ આવી પડયું છે. તેમની પૂજનીય મુખ્ય નદી સરસ્વતી ધીમે ધીમે સુકાઈ રહી છે. પૂર્વ તરફથી ચંદ્રવંશીઓ ભયાનક અને વિનાશક હુમલા કરી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ, બુડોળ અને શાપિત છતાં યુદ્ધ-નિષ્ણાત નાગ પ્રજા સાથે ચંદ્રવંશીઓએ હાથ મિલાવ્યા હોવાના અણસાર મળી રહ્યા છે. આ સંજોગોમાં સૂર્યવંશીઓ પાસે જે એક જ આશા બચી છે તે છે, એક પ્રાચીન માન્યતા : "જ્યારે જ્યારે અધર્મ ચારે કોર છવાઈ જાય, વિજયની કોઈ આશા ન જણાય, શત્રુ હવે જીતી જ ગયો છે એવું લાગે ત્યારે ઊભરશે એક મહાન તારણહાર.' શું તિબેટથી આવેલો બરછટ, શરીર પર ઠેર ઠેર જખમો ધરાવતો શિવ જ છે એ મહાનાયક? શું ફરજ તથા પ્રેમિકાને લીધે નિયતિ જેને અહીં દોરી લાવે છે એ શિવ સૂર્યવંથીઓના પ્રતિઆક્રમણની આગેવાની લેશે? અશુભનો નાશ કરશે?