Manavtano Maheraman (Navalkatha) By Vaju Kotak
માનવતાનો મહેરામણ - વજુ કોટક
સાહેબ એવું બન્યું કે તમે દસ ની નોટ આપી અને હું વટાવવા ગયો. સામે દુકાનેથી પૈસા મેળવીને આપણી પાસે આવતો હતો. ત્યાં હું એક મોટર નીચે આવી ગયો. પીડાને કારણે બેભાન બની ગયો અને જયારે જાગ્યો ત્યારે હું સરકારી ઈસ્પિતાલમાં હતો. અકસ્માત બહુ ખરાબ હતો અને મોટા દાક્તરની સલાહથી મારો પગ કાપી નાખવામાં આવ્યો. બે મહિના ઈસ્પિતાલમાં તમારા જેવા કોઈ દયાળુ શેઠે પૈસા આપીને આપીને ઘોડી કરાવી આપી. પછી બીજી જગ્યાએ ભીખ માગવાનું શરુ કર્યું અને ધીમે ધીમે પૈસા ભેગા થયા કે હું જે આપણે આપવા આવ્યો છું.