LAMBI SAFAR TUNKI JINDAGI by VITTHAL PANDYA લાંબી સફર ટૂંકી જિન્દગી "કોઈને ચાહવું એ જુદી વસ્તુ છે અને લગ્ન કરી સંસાર માંડવો એ જુદી બાબત છે!' - આવું કહી પોતાના પ્રિયતમ પારસને પ્રેમ અને લગ્નજીવનનું મહત્ત્વ સમજાવનાર વિદુલા, જિંદગીની કોઈ એક નબળી ક્ષણે લગ્ન પછીની બીજી જ રાતે પતિ નીતિનને ઊંઘતો મૂકી પારસ સાથે ભાગી જાય છે અને પછી પારસના તકવાદી અને તકલાદી પ્રેમનો પરપોટો ફૂટતાં વિદુલાને ખ્યાલ આવે છે કે પોતે છેતરાઈ ગઈ છે ત્યારે... જુદા જુદા પ્રસંગો અને જુદા જુદા પાત્રોના પાટા બદલતી વિદુલાની જિંદગી. વિદુલાને જીવનના એક એવા મુકામ પર પહોંચાડી દે છે જ્યાંથી નથી તો એ પાછી ફરી શકતી કે નથી તો એ આગળ વધી શકતી... ટૂંકી લાગતી જિંદગીની લાંબી થઈ પડેલી સફરની આ નાયિકા છેવટે કયા સંજોગોમાં નિકુલના જીવનમાં પ્રવેશી લાગણીનો લય જન્માવી દરિયામાં કૂદી પડે છે - તેનો રોમાંચક ચિતાર અને એટલો જ રોમાંચક ચિત્કા તમને આ નવલકથામાં સાંભળવા મળશે!