Kautilya's Arthshashastra now in Gujarati
કૌટિલ્યનું અર્થશાસ્ત્ર : નાણાંકીય સંચાલન અને આર્થિક વહીવટનો માર્ગ
અનુવાદ : મોક્ષા કારિયા
લગભગ 2400 વર્ષ પહેલા લખાયેલા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં મળે છે ભારતની વર્તમાન આર્થિક અને અન્ય સમસ્યાઓનો ઉકેલ
ભારતીય અર્થશાસ્ત્રના વારસામાં કૌટિલ્યનું પ્રદાન મહત્વનું છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અદ્ભૂત છે. એનો ખરો અમલ વૈશ્વિક અર્થતંત્રની બીમારી મટાડે એવો રામબાણ ઈલાજ છે .
ચાણક્ય તરીકે ઓળખાતા કૌટિલ્ય ભારતના સહુથી પ્રસિદ્ધ રાજકીય અર્થશાસ્ત્રી છે . આર્થિક પ્રવૃતિઓને કોઈપણ રાજય વ્યવસ્થાની કામગીરી પાછળના ચાલકબળ તરીકે તેઓ જોતા .હકીકતે, તેમણે તો ત્યાં સુધી કહ્યું છે કે, લશ્કર કરતા પણ મહેસુલને પ્રાધાન્ય મળવું જોઈએ, કારણકે એક સુવ્યવસ્થિત મહેસુલી વ્યસ્થા થકી જ લશ્કરને જાળવી શકાય .
કૌટિલ્યએ કહ્યું છે કે, (૧) રાજા (લોકશાહી ગણતંત્રમાં સરકાર)એ પ્રજા પાસેથી એ રીતે વેરા લેવા જોઈએ કે જેથી પ્રજા ઉપર બોજ પણ ન પડે અને રાજયની માગ પણ સંતોષાઈ જાય. જે રીતે પુષ્પમાંથી ભ્રમર-પતંગિયા મધુરસ ચૂસે છે તો પણ પુષ્પને કોઈ હાનિ કે ઈજા થતી નથી. (૨) એટલો ખર્ચ ન કરો કે, દેવું કરવાની વેળા આવે. (૩) આવક કરતા જાવક વધે તો એ પનોતીની નિશાની સમજવી.
અનુભવ અને સ્વપ્ન વચ્ચેનો ગાળો પૂરનાર કૌટિલ્ય ખરા અર્થમાં એક મુત્સદી હતા . કૌટિલ્ય માટે ઉત્તમવહીવટ એક સર્વોપરી બાબત હતી . તેમણે નફા-નુકશાનની આંતરિક વ્યવસ્થા તેમજ ભ્રષ્ટાચાર ડામવા માટેની પ્રક્રિયાઓ અંગે સૂચનો કર્યા હતા .રાજ્ય અર્થતંત્રની બાબતમાં કૌટિલ્યે ઘણા સિદ્ધાંતો સાંપ્રત -સમયમાં પણ લાગુ પાડી શકાય છે .
કૌટિલ્યના વિચારોના હાર્દને ગ્રહણ કરવાનો, તેમના સંદેશને સમજવાનો એક નિષ્ઠાવાન પ્રયત્ન આ પુસ્તક થકી કરવામાં આવ્યો છે .સરકાર તેમજ આધુનિક ભારતીય ઉધોગોના સંચાલનમાં તેમના ઉપદેશો કેટલા સુસંગત છે તેના સંદર્ભે પણ આ પુસ્તક ઉપયોગી છે .
અર્થતંત્ર સાથે જોડાયેલી દરેક વ્યક્તિ તેમજ દરેક પ્રકારના ધંધા-વ્યવસાયીમાં રહેલા વાચકોને ઉપયોગી થશે .
|