Kasumbino Rang (Chuntela Swarachit Geeto ane Sampadit Lokgeeto Bhajano) By Zaverchand Meghani
કસુંબીનો રંગ (ચૂંટેલા સ્વરચિત ગીતો અને સંપાદિત લોકગીતો, ભજનો)
ઝવેરચંદ મેઘાણી
સંકલન: પિનાકી નાનકભાઈ મેઘાણી
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ચૂંટેલાં સ્વચરચિત ગીતો અને સંપાદિત લોકગીતો-ભજનોનો સંગ્રહ ‘કસુંબીનો રંગ'ની નવીન આવૃત્તિમાં આ પુસ્તકમાં ૩૫ સ્વરચિત ગીતો, ૪૨ સંપાદિત લોકગીતો અને ૩૪ સંપાદિત ભજનો સમાવિષ્ટ છે.
કસુંબીનો રંગ, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, મોર બની થનગાટ કરે, ચારણ-કન્યા, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, છેલ્લો કટોરો ઝેરનો, વીરા મારા પંચ રે સિંધુને સમશાન, સૂના સમદરની પાળે, ભેટ્યેી ઝૂલે છે તલવાર, વાહુલિયા, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, આષાઢી સાંજનાં અંબર ગાજે જેવી મેઘાણીની સ્વેરચિત અમર રચનાઓનો આ સંગ્રહમાં સમાવેશ થયો છે.
ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે, આવી રૂડી અંજવાળી રાત, માડી બાર બાર વરસે આવિયો, ના છડિયાં હથિયાર, ગામમાં સાસરું ને ગામમાં પી'રિયું, બાર બાર વરસે નવાણ ગળાવ્યાં , આભમાં ઝીણી ઝબૂકે વીજળી, જોબનિયું આજ આવ્યું, છલકાતું આવે બેડલું, શેરી વળાવી સજ કરું, કાન તારી મોરલી, ઝૂલણ મોરલી, મને કેર કાંટો વાગ્યો,, શરદપૂનમની રાતડી રંગ ડોલરિયો, વા વાયા ને વાદળ ઊમટ્યાંસ, રાધાજીના ઊંચા મંદિર જેવા આજે પણ લોકમુખે રમતાં લોકપ્રિય લોકગીતો-રાસ-ગરબા તેમના સંગ્રહ ‘રઢિયાળી રાત' માંથી લીધાં છે. ઝવેરચંદ મેઘાણી લોકગીતોને જનતાના આત્માનાં સૌંદર્ય-ઝરણાં કહેતા.
જે હજી છાપખાનામાં હતી ત્યારે મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તે તેમની અંતિમ કૃતિ ‘સોરઠી સંતવાણી'(પોતાના પરિભ્રમણ દરમિયાન લોકમુખેથી સાંભળી ટાંચણપોથીમાં ટપકાવી રાખેલાં ૧૦૪ પ્રાચીન ભજનોનો સંગ્રહ)માંથી મીરા, જેસલ-તોરલ, ગંગા સતી, રવિભાણ સંપ્રદાય અને અન્યી સોરઠી સંતોની અમરવાણી ખાસ તેમને ભાવાંજલિ સ્વટરૂપે રાખી છે. ઝવેરચંદ મેઘાણી ભજનવાણીને લોકવાણીનો અંતિમ પરિપાક કહેતા.
પુસ્તકનું શિર્ષક ‘કસુંબીનો રંગ' ઉપરાંત અનેક પદો ઝવેરચંદ મેઘાણીના હસ્તાાક્ષરમાં ખાસ આસ્વાદ રૂપે મૂક્યા છે. ૧૯૪૪માં મુંબઈ ખાતે મહાત્માષ ગાંધી સાથેની રસપ્રદ મુલાકાતનાં પ્રસંગનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં તે વખતે મૌનધારી ગાંધીજીએ દેશભકિતનાં ગીતો ઉપરાંત લોકગીતો સાંભળવાની ઈચ્છા દર્શાવી હતી. ઝવેરચંદ મેઘાણીની વિસ્તૃત જીવન-ઝાંખી પણ શામેલ કરી છે.
|