Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Jindagi Sanjeevani (Set of 3 Books)
Pannalal Patel
Author Pannalal Patel
Publisher Sanjeevani
ISBN 9789380126401
No. Of Pages 1200
Edition 2014
Format Paperback
Language Gujarati
Price रु 990.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635474418105601765.jpg 635474418105601765.jpg 635474418105601765.jpg
 

Description

Jindagi Sanjeevani (Set of 3 Books) (Novel) by Pannalal Patel

 

જિંદગી સંજીવની  ( ભાગ 1 થી 3) ( લેખકના જીવનની આસપાસ વણાયેલી નવલકથા )

 
પન્નાલાલ પટેલ
 
પન્નાલાલ પટેલ ની જીવનકથા  
 
શ્રી પન્નાલાલ પટેલે પોતાની જીવનકથાને નવલકથા સ્વરૂપે ત્રણ ભાગમાં આલેખી ગુજરાતી જીવનકથાઓમાં નોંખી ભાત પાડતી આ કૃતિ પન્નાલાલ પટેલને ચરિત્રનાયક તરીકે આલેખે છે ન્નલાલ પટેલની જીવનકથા નહીં! પણ, પન્નાલાલ નામે નવલકથા હોય એમ જ લાગે. બાળપણમાં પના નામે ઓળખાતા પન્નાલાલ પટેલના સમગ્ર જીવન ઝાંખી અહિ આલેખાઇ છે. 
 
જીવનકથાની શુરૂઆતમાં જ પન્નાલાલ પટેલના ગામ માંડલીની વાત કરતાં કેવું નિરાળું ગદ્ય આપે છે જૂઓ: “....ગુજરાત સરહદે ઊભેલું છેલ્લું ગામ તે માંડલી...ગામ એટલે ખરેખર તળમલકનું ગામ. ધોળા પથરળી ટેકરીઓ, વાંકીટેઢી વાટ. સાપ-ચાલે ચાલતી સીમવગડાની કેટીઓ. વ્હોળાં-વાંઘાં જીવતાં વચ્ચે વચ્ચે  ઢોળવે ને મેદાને લાંબાટૂંકાં ખેતરો- ટેકરીએ બેઠેલું ગામ ટૂંટીયું વળી ને બેઠેલાં કૂતરાં જેવું.માંડ પંદરવીસ ઘર.....ઘરમાં અનાજની કોઠીઓ- માટીની.એમાં ઝાઝાં તમસ ને આછાં તેજ. પણિયારાં અને અંધારિયાં તથા ધુમાડે કાળાં કજળેલાં રાંધણિયાં.....ભીંતે ખાટલા ને ફળિયે ગાલ્લાં. ગામમાં ઝાડવાં ઓછાં, સીમ- વગડોય લગભગ વેરાન....હજીયે જાણે છપ્પનીયા કાળનો દૂકાળ ઊઠ્યો નથી
 
ઇ.સ.1912 ના મે મહીનાની બારમી તારીખે હીરાબાની કૂખે જન્મેલો પના નામનો એક છોકરો, જીવનના વિવિધ રંગાનુભવોને સમયાંતરે સાહિત્યમાં ઢાળીને ગુજરાતી સાહિત્યને કેવા ઉત્તંગ શીખરે પહોંચાડે છે તેની જીવન-કથા અહીં આલેખાઇ છે. આ પનો એજ આપણા પન્નાલાલ પટેલ. પિતા ‘નાનશા’(નાનાલાલ ખુશાલદાસ)નું શિરછત્ર તો નાનપણમાં જ ગૂમાવેલું. પણ, નાનશાની વિદ્યાના સીધા સંસ્કાર જાણે કે પન્નાલાલમાં જ ઉતળ્યા હતા. હીરાબાના મુખે સાંભળેલી છપ્પનિયા દુકાળની વાતો ને માંડલી/રાજેસ્થાનમાં પ્રકૃતિ મેળાઓની સીધી અસર તેમના સાહિત્યમાં આલેખાયેલી જોવા મળે છે. 
 
પન્નાલાલ પટેલનું બાળપણ ખટ-મીઠી વાતો ને અવનવા અનુભવોથી ભરેલું છે. સતત બાની આંગળી એ વળગેલા રહેતા પન્નાલાલને ‘બાવજી’ મેઘરજમાં ભણવા લઇ જાય છે. પ્રસંગોપાત ઇડરના રાજકુંવરે તેમના સુરિલા કંઠથી પ્રભાવિત થઇ ઇડરની છાત્રાલયમાં રહેવાની મફત સગવડ કરી આપેલી. ત્યાં ઉમાશંકરના સાનિદ્યમાં આવે છે. મેઘરજમાં ચાર ચોપડી સૂધીનો અભ્યાસ કરે છે. ‘બાવજી’ સાધુમાંથી સંસારી થતાં પન્નાલાલનો અભ્યાસ અંગ્રેજી ચોથા ધોરણથી અટકે છે. પરંતુ અનુભવ જગતની અમૂલ્યમૂડી એમના જીવનમાં સસત ઉમેરાતી રહે છે. એક વાત અહીં ચોક્કસ નોંધવી ઘટે કે જે ‘બાવજી’ પન્નાલાલને ભણવા લઇ જાય છે તે ‘….ભણવાનું તો ખૂદ બાવજી એ જ નંદવી આપ્યું હતું! ચોપડીઓ જેતે દાતાશેઠને પરત કરવાને બદલે બાવજીએ વેચી દઇને બેપાંચ રૂપિયા કમાણી કરી હતી. જેણે ભણતરની વાટ બતાડી હતી એણે જ એ વાટ આગળ વાડ કરી લીધી..... ને એનો વસવસો પન્નાલાલને આજીવન રહ્યો.   

Subjects

You may also like
  • Krushnaavataar-1
    Price: रु 650.00
  • Krushnaavataar-2
    Price: रु 650.00
  • Krushnaavataar-3
    Price: रु 600.00
  • Patan Ni Prabhuta
    Price: रु 300.00
  • Rajadhiraj
    Price: रु 525.00
  • Jai Somnath (Gujarati Novel)
    Price: रु 280.00
  • Bhagvaan Kautilya
    Price: रु 140.00
  • Bhagvan Parshuram (Gujarati Novel)
    Price: रु 350.00
  • Angad No Pag (Gujarati Translation of The Fountain Head)
    Price: रु 200.00
  • Dariyapaar
    Price: रु 170.00
  • Saurashtra Ni Rasdhaar
    Price: रु 600.00
  • Aakhet (Part 1 to 3)
    Price: रु 2500.00