જગ્ગા ડાકુ ના વેર ના વળાંમણા - હરકિસન મેહતા Jagga Dakuna Verna Valamana (Set of 3 Gujarati Books) by Harkishan Mehta મૂળે પાકિસ્તાનના પંજાબ પ્રાંત ને ગજાવનાર જગ્ગા ડાકુની કથા પહેલીવાર ગુજરાતીમાં લખાઈ તેનું જગ્ગાને પોતાને આશ્ચર્ય થયું હતું. જગ્ગાના ગામ રતીયાની મુલાકાત કરીને વર્ણન કરવાનું શક્ય ન બનતા હરકિસન મેહતાએ પોતાનું બાળપણ જ્યાં વીત્યું હતું એ મહુવાને જ નજર સામે રાખીને પ્રથમ પ્રકરણમાં રતિયા નું વર્ણન કર્યું હતું. અને પહેલા જ પ્રકરણમાં એક એવી પ્રણયકથાના બીજ તેમને વાવ્યા કે મારા જેવા ઘણાને આ ડાકુ કથા કરતા પણ વધારે પ્રણયકથા લાગે છે. સ્વાભાવિક છે કે જગ્ગાના જીવન પર આધારિત હોવાને કારણે આ નવલકથામાં જગ્ગાનું પાત્ર તો પ્રભાવક જ ચિતરવું પડે પણ આશ્ચર્યની વાત તો એ છે કે લેખકે એવો કોઈ જ વિશેષ પ્રયત્ન નથી કર્યો. તેમણે તો જે બન્યું હતું તેને એકદમ સરળ ભાષામાં રજુ કર્યું અને છાસમાંથી નિતરતા માખણની જેમ સ્વાભાવિક રીતે જ જગ્ગાનું પાત્ર પ્રભાવક બનાવી આપ્યું.