ગણદેવતા - તારાશંકર બંધોપાધ્યાય, અનુવાદક : રમણિક મેઘાણી
ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કૃત
'આરોગ્યનિકેતન'ની પેઠે જ 'ગણદેવતા' પણ કોઈ વ્યક્તિવિશેષ કે કુટુંબવિશેષની કથા નથી. એ કથા તો છે વીસમી સદીના પ્રથમ ચરણમાં વિલસતા લોકજીવનની. એનું સ્થળ છે બંગાળનું કોઈ ગામડું. પરંતુ તેનો વ્યાપ છે સમસ્ત ભારતની આમજનતા. તે જીવનનાટક ભજવાય છે શિવકાલીપુર નામના ગામતળાવને કાંઠે વસેલા બંગાળના નાનકડા ગામડામાં.
ભારતીય ભાષાઓના સાહિત્યની દુનિયામાં જેનું મૂલ્ય નોબેલ પ્રાઈઝ જેટલું ઊંચું અંકાય છે તે જ્ઞાનપીઠ એવોર્ડ 'ગણદેવતા'ને પણ મળ્યો છે તે હરખાવા જેવી વાત છે.