એકલતાના કિનારા - ચંદ્રકાંત બક્ષી Ekaltana Kinara (Gujarati Navalkatha) By Chandrakant Bakshi આ નવલકથાના પાત્રો નીલ અને નીરા એકબીજાનો પ્રેમ અને સાથ ઝંખે છે. પરંતુ એની સાથે જ જરૂરી છે સમજણ, સામેની વ્યક્તિને સમજવી. ફક્ત પ્રેમ માંગ્યા જ કરો અને સાથ ન આપો, તો એ સંબંધ સાર્થક નથી. એ જ રીતે જેની પાસેથી સાથની અપેક્ષા છે એને પ્રેમ આપવો જ રહ્યો, એ વ્યક્તિને સમજવી જ રહી, એ વ્યક્તિનાં સ્વતંત્ર વિચારોને પણ માન આપવું જ રહ્યુ. આ નવલકથાની અંદર લખેલી ઘણી વાતો આજે આટલા વર્ષો પછી પણ એટલી જ સત્ય છે. સંબંધ વિશેની વાતો તો ખરી જ, પરંતુ જૂની સ્કૂલ, કૉલેજનું વર્ણન, જૂના દોસ્તોનું વર્ણન, બેકારી સમયે દોસ્તોનો સહારો, જગ્યાઓનું વર્ણન - કલકત્તા; ઓરિસ્સાનાં પુરી અને કોણાર્ક સૂર્ય મંદિર; મુંબઈ, એક નાનકડું ગામ... આ બધુ જ જીવનની વાસ્તવિકતા જેટલું સરસ લખવામાં આવ્યું છે.