Dr. Roshanlal (Navalkatha) by Vaju Kotak & Harkishan Mehta
ડો. રોશનલાલ - વજુ કોટક , હરકિશન મહેતા
પાણીનો પ્રવાહ ધીમે ધીમે જેમ ભારે છે તેમ સમયનો પ્રવાહ દુઃખના ભારને આખરે તોડી નાખે છે. આપના કોઈ અતિ નિકટ પ્રિય પાત્રનું મૃત્યુ થાય છે ત્યારે એવો સખત આઘાત લાગે છે કે જાને એના સિવાય આપણે જીવી નહિ શકીએ, પણ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ સ્મરણપટ પર પડેલો ઊંડો ઘા રુઝાતો જતો હોય એવું લાગે છે. છેવટે એવ્યું બને છે કે સ્મરણ રહી જાય છે અને મરણનું દુઃખ ભુલાઈ જાય છે. સુખનો મીઠો સ્વાદ જેમ યાદ રહેતો નથી તેમ દુઃખની કડવાશ પણ અંતરમાંથી નીકળી જાય છે. કળાની અકળ કળાને ખરેખર કોઈ કળી શક્યું નથી.