Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Corporate Chanakya (Gujarati)
Radhakrishnan Pillai
Author Radhakrishnan Pillai
Publisher Jaico Books
ISBN 9788184952971
No. Of Pages 338
Edition 2021
Format Paperback
Language Gujarati
Price रु 299.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
6220_corporatechanakya.Jpeg 6220_corporatechanakya.Jpeg 6220_corporatechanakya.Jpeg
 

Description

Corporate Chanakya now in Gujarati
 

કોર્પોરેટ ચાણકય
 

ડૉ.. રાધાકૃષ્ણન પિલ્લે
 

ચાણક્યના ચીંધ્યા માર્ગે આર્થિક જીવન
 

બિઝનેસ એ જિંદગીનો એવો કોયડો છે કે કેટલીક વસ્તુ પાર પડે છે અને કેટલીક પાર પડતી નથી. માણસે જે પાર ન પડ્યું હોય કે હાથમાંથી છટકી ગયું હોય તેને સદંતર ભૂલીને જે હાથમાં છે તેને સંભાળવું.


ગામડામાં, પછી તે તલગાજરડા હોય, મહુવા હોય કે ભાવનગર કે દાઠા હોય ત્રિભોવન ભીમજીના દાદાથી માંડીને જે કોઈ ચોપડો લખે તે ઘાંચી, મેમણ, બ્રાહ્નણ કે વાણિયા હોય, તે મથાળે ‘શ્રી ગણેશાય નમ:’ લખતા. આજે ૨૧મી સદી આવી છે. જગતમાં માત્ર બરાક ઓબામાનું રાજ નથી. 
સોનિયા કે ડૉ.. મનમોહનનું રાજ નથી. હેન્રિ બીચર સ્ટો નામના વિદ્વાન ૧૮૮૭માં કહી ગયેલા કે ‘નો મેટર હૂ રુલ્સ ધ મરચન્ટ ઓન્લી રુલ્સ.’ ભલે કોઈ પણ રાજ કરે પણ આખરે તો વેપારીનું જ જગતમાં રાજ છે. તો હે વાચક! તું યુવા હો કે મુગ્ધાવસ્થામાં કે વયસ્કો હો જો તારે તારું રાજ કરવું હોય તો કેટલાક ગ્રંથો વાંચવા જોઈએ. મેનેજમેન્ટની કોલેજમાં જવાથી જ કંઈ મેનેજમેન્ટ શીખાતું નથી. કૌટિલ્યનો ગ્રંથ ખાસ.


જિંદગી એક વ્યાપાર છે. પ્રેમ પણ વ્યાપાર છે. રાજકારણ વ્યાપાર છે. છેલ્લાં ૬૧ વર્ષથી વળી યુરોપ-અમેરિકામાં પિટર ડ્રકર નામનો બિઝનેસનો ખેરખાં ‘મેનેજમેન્ટ’નું તૂત લાવ્યો. હજારો મેનેજમેન્ટ કોલેજો ખૂલી પરંતુ ડૉ.. રાધાકૃષ્ણન પિલ્લે જેઓ કેરળના ચિન્મય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ભણ્યા છે અને જગતમાં હજારો લોકોને કૌટિલ્યના ધોરણે કેમ જીવન, અર્થતંત્ર અને ખાસ તો વેપાર ચલાવવો તેનાં લેકચર આપી ચૂક્યા છે. તેઓ ખાસ કહે છે કે ચાણકય ઉર્ફે કૌટિલ્ય ચતુર રાજનીતિ વાપરતો જે વેપારીને ઉપયોગી છે. કૌટિલ્ય આધ્યાત્મિકતા કે મનન, મંથન, મેડિટેશન કે ધર્મ ચૂકતા નહીં. આજે પણ તમારે કોઈ પણ ક્ષેત્રમાં હો પ્રગતિ કરો તમારો ધર્મ ચૂકવાનો નથી. 
 

૫૦૦૦ વર્ષ પહેલાંથી ગુરુઓએ ભારતમાં રામાયણ, મહાભારત અને પંચતંત્રમાં મેનેજમેન્ટની સ્ટ્રેટેજી આલેખી છે અને ખાસ તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર તો વેપારીઓ, બિઝનેસમેન અને બિઝનેસ સ્કૂલનાં પ્રોફેસરો માટે ઉપયોગી છે. કેટલાક વિજ્ઞાનીઓ વેપારી નથી પણ વેપારના સિદ્ધાંત પાળે છે. તમે આઈન્સ્ટાઈન અને બીજા અણુબોમ્બના શોધકના નામ જાણો છો પણ આજથી ૧૦૩ વર્ષ પહેલાં જન્મેલા ફિઝિસિસ્ટ ડૉ.. હેન્રિ બેકેરેલનું નામ જાણતા નથી. 


તેણે કૌટિલ્યને ઘોળીને પી નાખ્યા હોય તેમ કહેલું કે ‘બિઝનેસ’ની વ્યાખ્યા શું છે? બિઝનેસ એ જિંદગીનો એવો કોયડો છે કે કેટલીક વસ્તુ પાર પડે છે અને કેટલીક પાર પડતી નથી. (સમથિંગ ગોઝ થ્રુ સમથિંગ એલ્સ ડઝનોટ). પરંતુ માણસે જે પાર ન પડ્યું હોય કે હાથમાંથી છટકી ગયું હોય તેને સદંતર ભૂલીને જે હાથમાં છે તેને સંભાળવું. યાદ રહે કે આવું કહેનાર વિજ્ઞાની હેન્રિ બેકેરલે યુરોનિયમ શોધેલું અને તેને મેડમ કયુરી હારોહાર ફિઝિકસનું નોબેલ પ્રાઈઝ મળેલું. અસ્તુ. આટલા ઉપોદ્ઘાત પછી હવે ચાણકયની વિચારસરણી પ્રમાણે ‘ચાણકય-ઇન-બિઝનેસ’ના સિદ્ધાંતને ચર્ચવાના શ્રીગણેશ કરીએ.


સિત્તેર વર્ષ પહેલાં બિઝનેસની દુનિયામાં સ્પર્ધા હતી તેના કરતાં અઢારગણી સ્પર્ધા આજે છે. અંબાણીના માત્ર નસલી વાડિયા જ સ્પર્ધક હતા. આજે અખબાર, કોલેજ-સ્કૂલની પરીક્ષા, કોલેજ પ્રવેશ, નોકરી માટેના ઇન્ટરવ્યૂ અને બિઝનેસમાં દરેક ક્ષેત્રે સ્પર્ધા છે. આજે સીઈઓ શબ્દ ગુજરાતી બની ગયો છે. ચીફ એક્ઝિકયુટિવ ઓફિસર બનવા યુદ્ધનેધોરણે સ્પર્ધા ચાલે છે. ત્રીજું વિશ્વયુદ્ધ તો લડતા લડાશે. આજે બિઝનેસના ક્ષેત્રે તો આઠે પહોર યુદ્ધને ધોરણે સ્પર્ધા છે. એટલે જ બધી કંપનીના વડાઓ તેમની બિઝનેસની સ્ટ્રેટેજી ઘડે છે ત્યારે સુનત્ઝુના પુસ્તક ‘ધ રિયલ આર્ટ ઓફ વોર’ને ટાંકે છે. તમે ગમે તેમ કરીને સ્ટેનલી બિંગનું હાર્યર બિઝનેસે પ્રગટ કરેલું પુસ્તક ‘સુનત્ઝુ’ ખરીદી લેજો. તેમાં કોઈ પણ ક્ષેત્રે યુદ્ધ જીતવાની કળા છે.


સુનત્ઝ કરતાં ઘણી સદીઓ પહેલાં કૌટિલ્યે તેના અર્થશાસ્ત્રમાં લગભગ ૪૦ ટકા જગ્યા આર્ટ ઓફ વા‹રને-સ્પર્ધાની અને યુદ્ધના મેદાનમાં જીતવાની કળા વિશે ભાર આપ્યો છે. યુદ્ધ જીતવા પાવર જોઈએ. આજે પાવરના સ્ત્રોત ક્યાં છે? તમે જાણો જ છો કે નોલેજ ઇઝ પાવર. એટલે તમારે આ સ્પર્ધાવાળી અને એકબીજાને પાડીને આગળ આવવાની વૃત્તિવાળી દુનિયામાં ટકી રહેવા સ્પર્ધા કરવાની છે, પછી તમારે તમારું બુદ્ધિબળ વાપરવું પડે છે. 

 

જરૂરી નથી કે તમે મુંબઈ, અમદાવાદ, શિકાગો કે ન્યુયોર્કની બિઝનેસ કોલેજોની ડિગ્રીના હારડા ગળામાં ભરાવો. તમારામાં તમારી કંપની કે સાહસ કે અખબાર કે રાજતંત્ર ચલાવવા ઉત્તમ ભેજાં શોધી કાઢીને રોકવાની આવડત પર્યાપ્ત છે. અખબારનાં પાનાં કે રૂ. ૧૦ કરોડની ઓફિસને બુદ્ધિના બ્રહ્નચારીઓ થકી છલકાવવાના નથી. તમારે ઇન્ટેલેકચ્યુઅલ પાવર વાપરવાનો છે. ઉત્તમ ભેજાંને ઊંચા પગારે રોકીને તેને સાચવવાનાં છે. બિલ ગેટ્સ, અઝીમ પ્રેમજી કે મુકેશ કે અનિલ અંબાણી કરતાંય બુદ્ધિના ખેરખાંઓ છે તેને તમામને આ લોકોએ ઊંચા પગારે રોક્યા છે. એકલા મુકેશની બુદ્ધિ અનિલ સામે કે સરકાર સામે લડી શકે નહીં.

આજે અંગ્રેજી કે ગુજરાતી અખબારો કે કંપનીઓ ચમકે છે તેનું રાઝ શું છે? તે કૌટિલ્યનો સિદ્ધાંત ઉર્ફે રાજા ચંદ્રગુપ્ત મૌર્યનો સિદ્ધાંત પાળે છે. પોતાનો મેન પાવર ઉત્તમ રાખે છે. ઉપરાંત મિત્રો, શુભેચ્છકો વધારીને તેમ જ બેન્કરો સાથે દોસ્તી વધારી પોતાનો ફાઈનેન્સિયલ પાવર વધારે છે. ‘નાણાં વગરના નર નિમાણા.’ તમારે કદી જ નાણાંની ખેંચ પડે તેવી હાલત આવવા દેવી નહીં કારણ કે તમે ગામડામાં બળદગાડાં જોયાં છે? તેનાં પૈડાં બળદની ઓછી મહેનતથી ઝડપથી ચાલે તે માટે પૈડાંની વચ્ચે અવારનવાર એરંડિયુ લગાવે છે. તેને પૈડાંમાં દીવેલ ઊંભવું કહે છે. તમારે સતત તમારા બિઝનેસનાં પૈડાંને કોઈ ઘોંઘાટ કર્યા વગર ચાલ્યા કરે-સડસડાટ ચાલે તે માટે નાણાંનું એરંડિયું ઊંભતા રહેવું જોઈએ.

હવેની વાતમાં તમારે એક પાઈ ખર્ચવાની નથી પણ એ વાત આજે અહ્મની દુનિયામાં, આત્મસન્માનની દુનિયામાં બહુ મહત્વની છે. ભલે તમારો પ્યુન હોય કે એકાઉન્ટન્ટ કે સીઈઓ (ચીફ) હોય. તમામને પોતાનું સ્વમાન હોય છે. કેટલાકને અહ્મ હોય છે. વધુ પડતો અહ્મ રાખે તેને ડબલું પકડાવી દેવું પણ જે નિષ્ઠાથી કામ કરે તેને સતત પ્રોત્સાહન આપવું અને તેના કામની કદર કરવી. તમે માનો છો કે કૌટિલ્ય આ બધું કહી ગયો છે?-હા, હજી તો ઘણી કીમતી વાતો જિંદગીનો બિઝનેસ ચલાવવા માટે ચાણકય કહી ગયા છે. વાંચતા-વંચાવતા રહો.

Subjects

You may also like
  • 21 Mi Sadi Ma Marketing
    Price: रु 300.00
  • Shana Businessmanna Shana Shana Shabdo
    Price: रु 105.00
  • Tamanna Tamne Tata,Birla Ke Ambani Jeva Thavani
    Price: रु 240.00
  • Rich Dad, Poor Dad (Gujarati Translation)
    Price: रु 499.00
  • Sales Secret (Gujarati Translation Of How I Raised Myself From Failure To Success In Selling)
    Price: रु 200.00
  • Bharatani Safalta Na Shilpi (Gujarati Translation of Men of Steel)
    Price: रु 120.00
  • Idli, Orchid Ane Manobal
    Price: रु 160.00
  • Who Moved My Cheese? (Gujarati Translation)
    Price: रु 199.00
  • Management Guru Bhagwan Shri Ram
    Price: रु 125.00
  • Samay Tamaari Mutthima
    Price: रु 200.00
  • Shikho Lokvyavahaar To Dhandho Dhamdhokaar
    Price: रु 130.00
  • Leadership Funda Panchtantra Ni Rite
    Price: रु 120.00