Chundadi ane Chokha (Gujarati Novel) by Vaju Kotak
ચુંદડી અને ચોખા - વજુ કોટક
' હું એ કહેવા માગું છું કે દરેક કાર્યને પરીપૂર્ણ થતા અચૂક સમય લાગે છે. અને એ સમય એને મળવો જોઈએ. બકુલેશને આજ સુધી તું મિત્ર ગણતી હતી અને અત્યારે તું એને પતિ તરીકે સ્વીકારવા તૈયાર થઈ છે તો પછી પ્રેમી તરીકેની વચલી ભૂમિકા ક્યાં ગઈ? બેટા,પુરુષ જયારે સ્ત્રીનો મિત્ર બનીને આવે છે ત્યારે એનું વર્તન જુદું હોય છે, મિત્રમાંથી પ્રેમી બને છે ત્યારે એ જુદી રીતે વર્તે છે અને પ્રેમીમાંથી પતિ બનવાનો નિશ્ચય કરે છે ત્યારે પણ એ જુદો જણાય છે. મારી એ સલાહ છે કે તું બકુલેશના પુરા પરિચયમાં આવ.એને સંપૂર્ણ રીતે ઓળખ અને પછી તારો આત્મા લગ્ન કરવાનું કહે ત્યારે લગ્ન કર. હું આર્શીવાદ આપવા આવીશ,પણ અત્યારે તો મને તારું પગલું ઉતાવળ ભરેલું લાગે છે, કારણ કે તું સંજોગોના દબાણને વશ થઈ છે. માનવું-ન માનવું એ તારી મરજીની વાત છે.'