Chitrapriya (Gujarati Translation of Chittirppavi) By Akilon
ચિત્રપ્રિયા - અકિલન
આ નવલકથાના કથાવર્તુળનું કેન્દ્ર એક યુવાન કલાકાર છે,પરંતુ સાંપ્રત સમાજ સાથે સંઘર્ષ અનુભવતા એ કલાકારની કથા માનવમાત્રના મનની ભાવ-વ્યથા બની જાય છે.ચિદમ્બરમ,નાનકડા ગામમાંથી શહેરમાં આવીને પુરુષાર્થ દ્વારા સમૃદ્ધ બને છે,તેઓ તેમના એકના એક પુત્રને મોટો ઈજનેર બનાવવાના મનોરથો સેવતા હતા,પરંતુ પુત્ર અણ્ણામલૈ મેટ્રિકની પરીક્ષા બે વાર આપવા છતાં પાસ થતો નથી.આ ઘટનાએ મચાવેલ-ચગાવેલ આંધીથી આ કથાનો પ્રારંભ થાય છે,અને કથાના અંત સુધી કેવળ વંટોળ,ઝંઝા અને સંઘર્ષ જ ઉદભવતા રહે છે.આ તંતુંમાંથી ફંટાતી-લંબાતી આ કથામાં કલા અને ભૌતિક જીવન વચ્ચેનું સંઘર્ષણ આરંભાય છે.